જૂનાગઢ જીલ્લામાં જુદી જુદી આવાસ યોજના હેઠળ ૧૭૧ર આવાસોનું ખાતમુર્હુત -લોકાર્પણ

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થીઓને ગૃહ પ્રવેશ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વચ્ર્યુઅલ ઉપસ્થિતિ

જૂનાગઢ જિલ્લાના પાંચે ય વિધાનસભા બેઠક વાર કેન્દ્ર-રાજ્ય સરકારની આવાસ યોજનાઓ હેઠળ લાભાર્થીઓના ઘરના ઘરનું આજ તા.૧૦-૨-૨૦૨૪ના રોજ ૧૧.૩૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવેલ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી.
જૂનાગઢ જિલ્લામાં પાંચે ય વિધાનસભા બેઠક વાર જુદી જુદી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ મકાનોનું સ્થાનિક ધારાસભ્યશ્રી અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણની સાથે ખાતમૂહુર્ત કરવામાં આવેલ છે.
૮૫ – માણાવદર વિધાનસભાનો એ.પી.એમ.સી. -વંથલી ખાતે, ૮૬ – જૂનાગઢ વિધાનસભાનો કૈલાશ ફાર્મ, જૂનાગઢ ખાતે, ૮૭ – વિસાવદર વિધાનસભાનો નગર પંચાયત શાળા નગરપાલિકા ગ્રાઉન્ડ વિસાવદર ખાતે, ૮૮- કેશોદ વિઘાનસભાનો આહિર સમાજ વાડી, કેશોદ ખાતે અને ૮૯- માંગરોળ વિધાનસભાનો ટાવર ચોક ક્રિકેટ ગ્રાઉંડ, માંગરોળ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આ કાર્યક્રમોમા જૂનાગઢ જિલ્લામાં જુદી-જુદી આવાસ યોજના હેઠળ કુલ-૧૭૧૨ આવાસોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠાના ડીસાથી વર્ચ્યુઅલ માધ્યમથી રૂા.૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ૧૮૨ ગુજરાત વિધાનસભા ક્ષેત્રો જાેડાયા છે.

error: Content is protected !!