ભાણવડના ઢેબર ગામે સમસ્ત હિંગોરા સુન્ની મુસ્લિમ સમાજનો સમુહ શાદી મહોત્સવ યોજાયો

0

૩૬ દંપતિઓએ નિકાહ કર્યા 

દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલા ઢેબર ગામ ખાતે તાજેતરમાં સમસ્ત સૌરાષ્ટ્ર હિંગોરા મુસ્લિમ સમાજનો સમૂહ શાદી મહોત્સવ યોજાયો હતો. જેમાં ૩૬ દંપતિઓએ નિકાહ કર્યા હતા. કાર્યક્રમના પ્રમુખ તરીકે પીરે તરિકત તથા અગ્રણી સૈયદ હાજી સૈદુબાપુ તથા ડેરાવાળા પરિવાર રહ્યો હતો. આ કાર્યક્રમમાં રાણાવાવ, ઢેબર ભેનકવાડ, ભાણવડ, ધોરાજી, અમદાવાદ સ્થળોએથી સૈયદ તથા મૌલવીઓ તેમજ હિંગોરા પરિવારજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સવારે ૯ વાગ્યે નિકાહનો ગુલપોષી કાર્યક્રમ યોજાયો હતો. ૧૦ વાગ્યે સમૂહ નિકાહ તથા ૧૨ વાગ્યે ન્યાઝનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર, ભેનકવાડ, ભાણવડ રાણપરડા, ઢેબર, સહિતના જુદા જુદા ગામો તેમજ સૌરાષ્ટ્રમાંથી હિંગોરા સુન્ની મુસ્લિમ લોકો ઉમટ્યા હતા. આ કાર્યક્રમના સંકલનમાં ગુંદા હાઈસ્કૂલના આચાર્ય કે.એમ. હિંગોરા પણ જાેડાયા હતા.

error: Content is protected !!