સુત્રાપાડામાંથી ચોરીયાઉ બાઈક અને ટ્રકના ૧૧ હાઈડ્રોલીક જેક સાથે એક શખ્સની અટક કરી

0

કોડીનારના દેવળીનો શખ્સ બાઈક અને જેક બાબતે સંતોષકારક જવાબ કે આધાર પુરાવા ન આપતા પોલીસે કાર્યવાહી કરી

સુત્રાપાડામાંથી ચોરીયાઉ બાઈક અને ટ્રકના ૧૧ જેટલા હાઈડ્રોલીક જેક સાથે કોડીનારના દેવળી ગામના શખ્સને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુત્રાપાડા પંથકમાં ગુનાખોરી અટકાવવા માટે પીએસઆઈ એન.એ.વાઘેલાની સુચનાથી સંજય પરમાર, દિપક અખીયા, પી.કે.ગોહિલ, ભરત મસરીભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. દરમ્યાન સુત્રાપાડામાં સીધ્ધી સિમેંટના ટ્રાંસપોર્ટ પાસે ગ્રાઉન્ડમાં ધવલ રામસિંગ મોરી ઉ.વ ૨૭ રહે.દેદાની દેવળી વાળો બાઈક અને બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ જાેવા મળેલ હતો. જેથી તેના બાચકાની તપાસ કરતા તેમાં ટ્રકના ૧૧ જેટલા હાઇડ્રોલિક પ્રેશર જેક મળી આવેલ હતા. બાદમાં જેક અને બાઈક બાબતે આધાર પુરાવા માંગતા ધવલ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી બાઈકની કિ.રૂ.૨૦ હજાર તથા ટ્રકના હાઇડ્રોલિક પ્રેશર જેક નંગ-૧૧ ની કિં.રૂ.૩૩ હજાર કુલ કિ.રૂ.૫૩ હજારનો શક પડતો મુદ્દામાલ આધાર પુરાવા વગર ચોરીથી કે છળકપટથી પોતાની પાસે રાખી મળી આવતા ઝ્રિ.ઁ.ઝ્ર. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી ધવલની ઝ્રિ.ઁ.ઝ્ર. કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!