શ્રી ક્રિષ્ના પ્રાયમરી સ્કુલના વિદ્યાર્થીઓએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત

0

શ્રી ક્રિષ્ના પ્રાયમરી સ્કુલ મેનેજ્ડ બાય પ્રયાગ વિદ્યા સંકુલ જૂનાગઢના ૮૦ વિદ્યાર્થીઓ અને ૬ સ્ટાફ તા. ૧૨-૦૨-૨૦૨૪ ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢની મુલાકાત લઈ પોલીસની કામગીરી, વાયરલેસ, કમ્પ્યુટર ઓપરેટર, બોડી કેમેરા, નશાકાર વ્યકિતનું ટેસ્ટીંગ, લોક-અપ, વાહન ડીટેઈન, સાઈબર ફ્રોડ અને હથિયાર અંગેની માહિતી વિદ્યાર્થીઓને પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આપેલ હતી. પ્રશ્નોતરી દરમ્યાન પોલીસ વિભાગની વિવિધ કામગીરી અને પોલીસ વિભાગમાં ભરતી માટે ફીઝીકલ, લેખિત અને ઓરલ પરીક્ષા અંગેની માહીતી પી.આઈ. એન.એ.શાહએ આપેલ હતી. ઉછજીૈં સી.એમ. કાથડ, ઉઁઝ્ર આસમાબીન સી. અને માધુરીબેન જારસાણીયા તેમજ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓએ પોતાની કામગીરીનુ સુંદર માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપેલ હતું. શાળાના પ્રિન્સીપાલ કે.એમ.ઠુંમર, ક્રિનલસર, ચન્દ્રેશસર, શીતલમેડમ, ઈલામેડમ, એકતામેડમ તમામે પી.આઈ. એન.એ.શાહ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કરેલ હતો.

error: Content is protected !!