શ્રી શ્યામ વિદ્યાલય અને કડિયા જ્ઞાતિ કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી, જીવનલક્ષી માર્ગદર્શન અપાયું

0

શ્રી શ્યામ વિદ્યાલય અને કડિયા જ્ઞાતિ કન્યા છાત્રાલય જૂનાગઢની ધોરણ ૯ ઠ કોલેજ સુધીમાં અભ્યાસ કરતી દીકરીઓને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ડો. જીતુભાઇ ખુમાણ અને ડો.પ્રો. ભાવનાબેન ઠુંમર દ્વારા પરીક્ષાલક્ષી, જીવનલક્ષી માર્ગદર્શન આપી વિદ્યાર્થીનીઓએ પોતાનું ધ્યેય નક્કી કરી જીવનમાં હકારાત્મક વલણ અપનાવી સંસ્કારો સાથે આધ્યાત્મિકતા સાથે કેળવણી મેળવી આપણા વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસમાં આપણો સહયોગ કેમ આપી શકાય તેમજ જીવનમાં કેમ આગળ વધવું અને પરીક્ષા સમયે ચિંતા અને ભય મુક્તરીતે પરીક્ષા આપી આપણું જીવન વ્યવસ્થિત બનાવી શકાય તેમ જણાવી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના મંત્રી જે.કે. ચાવડા, ઉપપ્રમુખ ગોરધનભાઈ ટાંક, ખજાનચી કિશોરભાઈ ચોટલીયા, શ્રી ભાલીયા, શાળાના પ્રિન્સિપાલ પ્રવીણભાઈ મારૂ, ગૃહમાતા હેતલબેન ચૌહાણ સાથે શાળા અને છાત્રાલયના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેલ હતા.

error: Content is protected !!