બિલખામાં રાવતેશ્વર ધર્માલય ખાતે ૧૩ અખાડાના સાધુ-સંતો માટે પુ. ગોપાલાનંદ બાપુની સ્મૃતિમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરતા પુ. મુકતાનંદ બાપુ

0

બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે સાધુ સમાજના પ્રમુખ અને ગિરનાર મંડળના અધ્યક્ષ તરીકે વર્ષો સુધી પુ. ગોપાલાનંદજી બાપુએ જવાબદારી સંભાળેલ અને સાધુ-સંતોની સેવામાં પોતાનું આખું જીવન વ્યથિત કરેલ ત્યારે તેમની સ્મૃતિમાં તેને સાચી શ્રધ્ધાંજલી આપવા પુ. મુકતાનંદબાપુએ એક નિર્ણય જાહેર કર્યો છે. જેમાં પુ. ગોપાલાનંદ બાપુનું શરીર શાંત થયું ત્યારથી બંને ટાઈમ અન્નક્ષેત્ર શરૂ કરાયું છે તે વધારીને ત્રણ ટાઈમ કર્યું છે. ઉપરાંત પુ. સંપુર્ણાનંદબાપુ સાથે વિચાર ર્વિમશ કરી બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે દેશભરના તેર અખાડાના વૃધ્ધ સાધુઓને રહેવા-જમવાની, કપડા સહિત સારસંભાળની જવાબદારી લેવા પુ. મુકતાનંદ બાપુએ જાહેરાત કરી છે. જે બધા ખડ દર્શન સાધુને લાગુ પડશે. પુ. મુકતાનંદબાપુ દ્વારા ચાંપરડા પેથાપર મેંદરડા સહિતના ગામોમાં વૃધ્ધાશ્રમમાં ૪૧૦ વૃધ્ધોની સારસંભાળ લેવામાં આવી રહી છે. ત્યારે વૃધ્ધ સંતોની વ્હારે પુ. બાપુ આવ્યા છે.

error: Content is protected !!