કેશોદ : ક્રિકેટના સટ્ટાની રકમ બાકી રાખવાના મનદુઃખે જાનથી મારી નાખવાની ધમકી

0

કેશોદના પીપલીયાનગર, માંગરોળ રોડ, તીરૂપતી પાઈપ વાળી ગલીમાં રહેતા અભયભાઈ ધીરૂભાઈ સાવલીયા(ઉ.વ.રર)એ રવિભાઈ ભીખાભાઈ નાવદરીયા તેમજ નીકીશુ ધનસુખભાઈ વપરીયા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આ કામના આરોપી નં-૧ સાથે ક્રિકેટ સટ્ટામાં રૂપીયા હારી જતા ફરિયાદીએ આરોપીને રૂપીયા ૧૦,૦૦,૦૦ ચુકવી આપેલ તેમજ ૬,પ૦,૦૦૦ બાકી રાખેલ જે ફરિયાદી ચુકવી ન શકતા આરોપીએ રકમ વધારી રૂપીયા ૧૧,૦૦,૦૦૦ની માંગણી કરેલ તેમજ આ કામના આરોપી નં-ર પાસેથી ફરિયાદીએ ક્રિકેટ સટ્ટાના તેમજ આ કામના આરોપી નં-ર પાસેથી ફરિયાદીએ ક્રિકેટ સટ્ટાના ૩પ,૦૦,૦૦૦ના આઈડી લઈ બાદમાં બીજા રૂપીયા ૩પ,૦૦,૦૦૦ હારી જઈ કુલ રૂપીયા ૭૦,૦૦,૦૦૦ ચુકવી આપી બાદમાં તેની પાસેથી રૂપીયા ૧૭,૦૦,૦૦૦નું આઈડી લઈ તે રકમ બાકી રાખતા ફરિયાદી બંને આરોપીઓને રકમ ચુકવી ન શકતા આ કામના બંને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી તેના બેંકના ચેકો મેળવી લઈ ભુંડી ગાળો કાઢી ગુનો કર્યા અંગે ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ પ૦૪, ૩૮૭ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે.

જૂનાગઢમાં ૧૧૦ બોટલ દારૂ સાથે બે ઝડપાયા
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે મધુરમ-વંથલી રોડ ઉપર આવેલ એક હોટલમાં દારૂ અંગે દરોડો પાડતા ૧૧૦ બોટલ દારૂ સાથે બેને ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચના હેડકોન્સ્ટેબલ આઝાદસિંહ મુળુભાઈએ જાતે ફરિયાદી બની પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર આ કામના આરોપી કૌશીક જીવનભાઈ વાઘેલા(ઉ.વ.૪૭) રહે.મધુરમ, સુદામા પાર્ક તથા વિજય કનકરાય ટાંક(ઉ.વ.૩૮) રહે.કામદાર સોસાયટી વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીઓએ પોતાની લાઈન વિલા હોટલમાં ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ બોટલો નંગ-૧૧૦ કુલ કિ.રૂા.૧૮,૬૮૦ તથા મોબાઈલ ફોન નંગ-ર કિ.રૂા.ર૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.૩૮,૬૮૦ના મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન મળી આવી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાંથી વધુ ૧૮ બોટલ દારૂ ઝડપાયો
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી ૧૮ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢના રામ નિવાસ નજીક બનેલા બનાવમાં એ ડીવીઝન પોલીસે સમીર ઉર્ફે ઘનો યુનુસભાઈ નાગોરી રહે.દાતાર રોડ નજીક વાળાના કબ્જામાંથી રેઈડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂના અલગ-અલગ બ્રાન્ડની કાચની બોટલ નંગ-૮ તથા અન્ય બોટલ નંગ-ર તથા અન્ય કાચની બોટલ નંગ-૮ વિગેરે મળી કુલ ૧૮ બોટલ રૂા.૪૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

મેંદરડાના મીઠાપુર ગામે માર માર્યો : પોલીસ ફરિયાદ
મેંદરડા તાલુકાના મીઠાપુર ગામ નજીક બનેલા બનાવમાં માર મારવાનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે કેશોદ તાલુકાના રંગપુર ગામના નિરવભાઈ નાથાભાઈ પારેડી(ઉ.વ.ર૪)એ કેશોદના કાલવાણી ગામના ભગીરથસિંહ રાજુભાઈ બાબરીયા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તેમના કુટુંબી મોટાભાઈ આનંદભાઈ અજયભાઈ પારેડી સાથે મીઠાપુર ગામે રોડ ઉપર ઉભા રહી વાતો કરતા હતા એ વખતે આ કામના આરોપીએ આવી ફરિયાદીને કહેલ કે તું મારી માસીની દીકરી સાથે કેમ પ્રેમ સંબંધમાં છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ લાકડા વડે ફરિયાદીના ડાબા હાથમાં કોણીથી નીચેના ભાગે ઘા મારી ઈજા કરી નાસી જઈ જીલ્લા મેજી.ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપાયો
જૂનાગઢમાં દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને પોલીસે ઝડપી લીધેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ વિક્રમભાઈ કાનાભાઈએ જાતે ફરિયાદી બની આ કામના આરોપી ધવલ જીતેન્દ્રભાઈ ચુડાસમા(ઉ.વ.રપ) રહે.દાતાર રોડ, વાણંદ સોસાયટી તથા હાજર નહી મળી આવેલ રાજેશ ગંગાસિંગ રાજાવત રહે.ભીંડ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, વાણંદ સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી આ કામના આરોપી ધવલ ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટનો તમંચો આ કામના આરોપી રાજેશ ગંગાસિંગ વાળા પાસેથી મેળવી અને જાહેરમાં દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ રૂા.પ હજારના મુદ્દામાલ સાથે રેઈડ દરમ્યાન મળી આવતા તેના વિરૂધ્ધ હથિયાર ધારા ભંગ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!