જૂનાગઢ : ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

0

જૂનાગઢના દોલતપરા જીઆઈડીસી-રના રોડ ઉપર રહેતા ચનાભાઈ ચકુભાઈ ગુજરાતીએ કોઈપણ કારણસર પોતાના ઘરે રૂમમાં પંખામાં ખોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ પંથકમાં ગળાફાંસો ખાવાના બે બનાવ
કેશોદ તાલુકાના અજાબ ગામે રહેતા ચેતનાબેન અનિલભાઈ બાબરીયા(ઉ.વ.ર૩)એ પોતાની મેળે કોઈપણ કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાતં કેશોદ તાલુકાના સોંદરડા ગામે ભાવિનભાઈ ગીરીશભાઈ ચાવડા(ઉ.વ.રર)એ પોતાની મેળે પોતાના ઘરે છતના આડસર સાથે કાપડનું દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!