સાંતલપુરધાર નજીકથી છકડો રિક્ષામાં તુવેર દાળના ભુકા વચ્ચે છુપાવેલ ૪૮ બોટલ દારૂ કબજે

0

છકડો રિક્ષામાં દાળના ભુકા વચ્ચે છુપાવેલ ૪૮ બોટલ દારૂ વંથલી પોલીસે કબજાે લઈ રિક્ષા સહિત ૭૪,ર૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જાેકે, જૂનાગઢમાં ર શખ્સ ફરાર થઈ જતા તપાસ હાથ ધરી હતી. વંથલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મુળ સાંતલપુરધારના અને હાલ જૂનાગઢ રહેતો ભરત હમીર કોડીયાતર અને હિરેન હમીર કોડીયાતરે બહારથી મંગાવેલ ઈંગ્લિશ દારૂનો જથ્થો છકડો રિક્ષામાં ભર્યો છે અને આ રિક્ષામાં તુવેર દાળના ભુકાની વચ્ચે રાખેલ વિદેશી દારૂ સાથેની રિક્ષા સાંતલપુરધાર તળાવ પાસે હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઈને તપાસ કરતા બાતમીવાળી જીજે-૧૧-યુ-૦ર૪ર નંબરની છકડો રિક્ષા રેઢી મળી આવતા રિક્ષાની તલાસી લેતા તુવેર દાળના ભુકાની વચ્ચેથી રૂપિયા ૧૯,ર૦૦ની કિંમત વિદેશી દારૂની ૪૮ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને રિક્ષા સહિત કુલ રૂપિયા ૭૪,ર૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને શખ્સ નાસી ગયા હોય ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!