જૂનાગઢ શહેરમાં ઉપરાઉપરી બનેલા બે બનાવમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરના ખિસ્સામાંથી રૂપીયા સેરવી લીધા હોવાના બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ શહેરમાં રિક્ષામાં બેસેલા શ્રમિક યુવાનના ખિસ્સામાંથી રૂા.૯૧૦૦ સેરવી રિક્ષા ચાલક સહિત ૪ શખ્સ નાસી ગયાનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરના જાેષીપરા સરદારપરામાં કન્યા છાત્રાલય સામે આવેલ અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ અને તેમના પત્ની સંગીતાબેન ૧લી ફેબ્રુઆરીના રોજ બપોરે આઝાદ ચોકમાં ગર્લ્સ સ્કૂલથી સરદારપરા જવા માટે ચાલક સહિત ૪ શખ્સ સાથેની સીએનજી ઓટો રીક્ષામાં બેઠા હતા. ત્યારે ગાંધી ચોકમાં રીક્ષા ડ્રાઇવરે ઉતરી જવાનું કહી અને બસ સ્ટેન્ડનું મારે સ્પેશિયલ ભાડું છે તેમ જણાવી ઉતરી જાવ અને તમારા ભાડાના પૈસા નથી જાેતા તેમ કહેતા દંપતી રિક્ષામાંથી ઉતરી ગયું હતું અને બાદમાં યુવાને પોતાના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા રોકડ સાથેનું પાકીટ ન હોવાનું જણાયું હતું. આમ રિક્ષા ચાલક સહિત ૪ શખ્સ રૂપિયા ૯૧૦૦ની રોકડ વગેરે સાથેનું પાકીટ સેરવી, ચોરીને નાસી ગયા હતા. આવા ચોર એલસીબીમાં પકડાયેલ હોવાનું જાણવા મળતા યુવકે બુધવારે ફરિયાદ કરતા બી ડિવિઝનનાં મહિલા પીએસઆઇ આર. એચ. બાંટવાએ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન અન્ય એક બનાવમાં જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામે રહેતા વનરાજભાઈ ભીખાભાઈ ભાટી(ઉ.વ.પપ)એ અજાણ્યા ત્રણ શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ગત તા.૧-ર-ર૦ર૪ના બપોરના કલાક ૧૩થી ૧૩ઃ૧પ દરમ્યાન આઝાદ ચોક બસ સ્ટેશન પાસે બનેલા બનાવ અંગે ગઈકાલે ર૮-ર-ર૦ર૪ કલાક ૧૬ઃ૩૦ વાગ્યે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી ગઈ તા.૧-ર-ર૪ના બપોરના ક.૧ર/૪પ થી ક.૦૧/૧પ દરમ્યાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડથી હનુમાન મંદિરની વચ્ચે આ રિક્ષાના ડ્રાઈવર તથા તેની સાથેના બે ઈસમો આમ આ કુલ ત્રણ ઈસમો આશરે રપથી ૩૦ની ઉમરના ત્રણેય ઈસમોએ એકબીજા સાથે મેળાપણુ કરી ફરિયાદીને રિક્ષામાં બેસાડી અને મારા ખિસ્સામાંથી ફરિયાદીના ધ્યાન બહાર ફરિયાદીના ખિસ્સામાંથી રોકડ રૂા.૩પ૦૦૦ સેરવીને ચોરી કરી લઈ પછી બહાનું બતાવી ફરિયાદીને હનુમાન મંદિર પાસે ઉતારી દઈ ફરિયાદીના ખિસ્સામાંથી ચોરી કરી આ ત્રણેય ઈસમોએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.