દ્વારકા તાલુકાનાં લગભગ ૨૦ જેટલા ગામોને અવર જવર કરવાનો મહત્વનો વસઈ રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હતો.
સરકારી કાર્યવાહીની ઢીલાશ અને કોન્ટ્રાક્ટરની અવળચંડાઈ ને હિસાબે આ રોડનું કામ ઘણા સમયથી ટલે ચડ્યું હતું.
ગઢેચી થી વાયા બાટીસા અને વસઈ સુધીનાં રોડની દશા ખખડધજ હોવાથી પ્રજામાં રોષ ફેલાયો હતો.
વસઈનાં યુવાનો હેમરાજભા માણેકની આગેવાનીમાં નેતાઓને રજુઆતો કરી તે ઓડિયો પણ વાયરલ થયો હતો. આ ઉપરાંત જો રોડ નવો ન બન્ને તો ક્યાંક અગામી લોકસભાની ચૂંટણીનાં બહિષ્કારની પણ વાતોએ વેગ પકડ્યો હતો.
ગ્રામ્ય પ્રજાની વારંવાર રજૂઆતો અને આગામી લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ રોડ નવો બનાવવા તાત્કાલિક કામ ઉપાડવા તંત્ર એ નિણૅય લીધો અને આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
દ્વારકા તાલુકાનાં મહત્વનાં ગઢેચી થી વાયા બાટીસા-વસઈ થઈ ને દ્વારકા સુધીનાં આ રોડને નવો બનાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ આગેવાન સહદેવસિંહ પબુભા માણેકનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ દેવીસંગભા હાથલ,
ભાજપ જિલ્લા ઉ.પ્રમુખ ખેરાજભા કેર, જિલ્લા પંચાયત સદસ્ય લુણાભા સુમણીયા ઉપરાંત રાજકીય આગેવાનો, સરપંચો અને ખેડુતો હાજર રહ્યા.
આ રોડ બનતા ઘણા વર્ષો થી ખરાબ રોડની સમસ્યાથી ગ્રામ્ય પ્રજાની હાડમારીનો અંત આવશે.