પોરબંદર અને જામનગર એમ બંને જગ્યાએ થી બેટ દ્વારકા સાયકલ યાત્રાનું આયોજન

0

જામનગર સાયકલિંગ ક્લબ અને પોરબંદર સાયકલ ક્લબ દ્વારા “ફીટ ઇન્ડિયા” અને “પર્યાવરણ બચાવો” ના લોકજાગૃતિ અભિયાન અંતર્ગત તા. ૯ અને ૧૦ માર્ચના રોજ પોરબંદર અને જામનગર એમ બંને જગ્યાએ થી બેટ દ્વારકા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં પોરબંદરના ૩૫ જેટલા સાયકલ રાઈડર્સે પોરબંદર – બેટ – પોરબંદર એમ કુલ ૩૯૧ કિલોમીટર અને જામનગરના ૨૦ સાઈકલ રાઈડર્સે બપોરે ૩:૦૦ વાગ્યાથી લઈને રાત્રે ૩:૦૦ વાગ્યા સુધીના સમય માં જામનગર થી બેટ સુધી કુલ ૧૫૫ કિલોમીટરની સાઇકલ યાત્રા કરી હતી. આ સાઇકલ યાત્રા માં જામનગરના મીરા જોગલ એ કોઈ પણ વિશેષ તૈયારી કર્યા વગર ૧૫૫ કિ.મી. ની સાઇકલ યાત્રા પુરી કરી હતી તેમજ પોરબંદરના ૧૨ વર્ષના હિતેન દિનેશભાઈ પરમાર એ પણ તેની ૩૯૧ કિ.મી. ની સાઇકલ યાત્રા પૂર્ણ કરી હતી. જામનગર સાઇક્લિંગ ક્લબ અને પોરબંદર સાઇક્લિંગ ક્લબ છેલ્લા 10 વર્ષ થી સાઇક્લિંગ, રનિંગ અને સ્વિમિંગ ને પ્રોત્સાહન આપે છે .  આ સાઇક્લિંગ ની ટીમો આટલી લાંબી સાઇકલ યાત્રા કરીને સુદર્શન સેતુ સાઇકલ થી પાર કરવાવાળી પહેલી ટીમ બની ગઈ છે. આ સાઇકલ યાત્રા દ્વારા સંદેશો આપવામાં આવ્યો કે, આપણે રોજિંદા જીવન માં આપણા ઘર થી બજાર, દુકાન કે ઓફિસ જવા માટે સાઇકલ નો ઉપયોગ કરીને આપણા શરીરની તંદુરસ્તી જાળવીએ, પર્યાવરણ ને બચાવીએ અને સાથે ઇંધણ નો ખર્ચ પણ બચાવીએ.

error: Content is protected !!