“બદક (જવલડી)ગામે પિતૃ પ્રેમ ની એનઆરઆઇ પરિવાર દ્વારા ઉજવણી”

0
સ્વ. ભોગીલાલ ગોપાલજી ગાઠાણી પરિવાર ના માલાબેન હિતેશભાઈ ગાઢાણી , જીતભાઈ ગાઠાણી , રશ્મિ બેન ગાઢાણી , હૅતલબૅન ગાઠાણી લંડન નિવાસી દ્વારા પોતાના પિતા ની 93મી જન્મ જયંતી ની ઉજવણી નિમિત્તે કર્મભૂમિ અને જે ગામ પ્રત્યે વિશેષ લગાવ છે તેવા વિસાવદર તાલુકાના ગામો પૈકી બદક (જાવલડી)ગામે સંપર્ક કરીને ગામના દરબાર જ્ઞાતિ ની મુખ્ય વસ્તી એવા ગામના અગ્રણી સરપંચ શ્રી જયરાજભાઈ સિંધવ , કાથડભાઇ ગીડા , ભાભલુભાઈ  જેબલિયા ,  ભાભલુભાઈ કહર અને કાઠી સમાજના અગ્રણી શ્રી રોહિતભાઈ ખાદાનૅ  સાથે રાખીને પ્રથમ મેલડી માં માતાજી મંદિરે પ્રસાદ ધરીને ગામને ધુવાડા બંધ સ્કૂલના બાળકોને ખુશીથી ભોજન કરાવી નૅ પીતૃપ્રૅમ નુ રૂણ યાદ કરીયુ બાદમાં માલધારી વસાહત જેવા નેસમાં જઈને પણ બધાને પ્રીતિ ભોજન કરાવીને આનંદિત રહી ગ્રામ વિકાસમાં સહકારની ખાતરી આપેલ માલાબેન હિતેશભાઈ ગાઢાણી તેમજ વડીયા સ્ટેટ શ્રી સુરગ વાળા સાહેબના પેલેસની ખરીદી કરનાર કેનેડા નીવાસી શ્રી મહાસુખભાઈ ગાઠાણી ઉંમર વર્ષ 83 પોતાની પાછલી જિંદગીમાં શિક્ષણ અને આરોગ્ય લક્ષી સેવાને લક્ષ બનાવનાર ને આર્ય સમાજ વિસાવદરના પ્રમુખશ્રી સુધીરભાઈ ચૌહાણ , ગાઠાણી પરિવાર સાથે કૌટુંબિક સંબંધો ધરાવનાર અગ્રણી શ્રી વિનુભાઈ પુરોહિત , પ્રેમપરા ગામના અગ્રણી શ્રી હરિભાઈ રીબડીયા , સી.વી.ચૌહાણ ,  નિવૃત્ત બાગાયતઅધિકારી શ્રી સી.એમ.માલવીયા ,  જાવલડી ગામના આગેવાનો સાથે રાખીને વતન પ્રેમ અને પિતૃ પ્રેમી એવા હિતેશભાઈ ગાઢાણી અને માલાબેન ગાઠાણી ને સાલ અને સાકર ના  પડાથી સન્માનિત કરી દરેકના વ્યવહાર અને જીવનમાં હંમેશા મીઠાશ લાવે તેવી ભાવના સાથે સન્માનિત કરવામાં આવેલ તૅમ વિનુભાઈ પુરોહિતની યાદી જણાવે છે
error: Content is protected !!