સમગ્ર ગુજરાત ની ‘સીટી બ્યુટી કોમ્પિટિશન માં ઝળક્યું કોડિનારનું સ્વામી વિવેકાનંદ પાર્ક

0
  • ‘સ્વામી વિવેકાનંદ પાર્ક’ને મિક્સ કેટેગરીમાં બીજો રેન્ક અને તમામ નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો
‘સીટી બ્યુટી કોમ્પિટિશન’માં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો.
  • કોડીનાર નગરપાલિકા ગાર્ડન ને સમગ્ર ગુજરાતભર માં બીજો ક્રમાંક મળતા શહેરીજનોમાં ખુસી
  • કોડીનાર ગાર્ડન માં ગ્રીન ઝોન,વોકિંગ ટ્રેક,ઓપન જિમ,લાઈટ,સાઉન્ડ,બાળકો માટે રાઇડ્સ સહિતની તમામ મેટ્રો સીટી ને પાછળ રાખે તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગાંધીનગર સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે સીટી બ્યુટી કોમ્પિટિશનમાં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારના હસ્તે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં કોડિનાર નગરપાલિકાના ‘સ્વામી વિવેકાનંદ પાર્ક’ને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે.આ તકે, કોડિનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સીટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં કોડિનાર નગરપાલિકાના સ્વામી વિવેકાનંદ પાર્કને મિક્સ કેટેગરીમાં (MC+NPs)માં દ્વિતિય ક્રમાંક અને તમામ નગરપાલિકાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. જે અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવશ્રી દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીન સ્પેસ કેટેગરીમાં પ્રથમ ક્રમે લોકમાન્ય તિલક ગાર્ડન-સુરત મહાનગરપાલિકા, દ્વિતીય ક્રમે સ્વામી વિવેકાનંદ પાર્ક- કોડિનાર અને તૃતીય ક્રમે ફ્લાવર પાર્ક- અમદાવાદ મહાનગર પાલિકાને એવોર્ડ પ્રાપ્ત થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર નગરપાલિકા વર્ષોથી પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત છે ત્યારે વર્ષે 2003-04 માં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને તેમની ટિમ દ્વારા આ સ્વામી વિવેકાનંદ ગાર્ડન નું બ્યુટીફીકેશન હાથ ધરી નવીનીકરણ કરી મેટ્રો શહેરો ની જેમ કોડીનાર ના નગરજનો માટે આ ગાર્ડન માં અવનવા ફૂલ ઝાડ વાવી ગ્રીન ઝોન,વોકિંગ ટ્રેક,ઓપન જિમ,લાઈટ,સાઉન્ડ,બાળકો માટે રાઇડ્સ સહિતની તમામ મેટ્રો સીટી ને પાછળ રાખે તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી ત્યાર થી અહીંના લોકો આ ગાર્ડન નો  ભરપૂર લાભ લે છે ત્યારે તાજેતરમાં યોજાયેલ સીટી બ્યુટી કોમ્પિટિશનમાં સમગ્ર ગુજરાત ના મોટા મહાનગરો ને પાછળ રાખી કોડીનાર નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ પાર્ક ની બીજા ક્રમે પસંદગી થતાં કોડીનાર શહેર ના સૌ નગરજનો માં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે .

error: Content is protected !!