જુનાગઢ જીલ્લા એસપી હર્ષદ મહેતા માંગરોળ મુસ્લિમ સમાજની મુલાકાત લીધી

0
  • માંગરોળ મુસ્લિમ સમાજનાં આગેવાનો સાથે સંવાદ કરી રમઝાન માસની શુભેચ્છાઓ પાઠવી.
  • કોઈપણ ધર્મ નશાને પ્રોત્સાહન આપતો નથી : એસપી હર્ષદ મહેતા
  • માંગરોળ રીક્ષા સ્ટેન્ડ બાબતે પોલીસ બંને પક્ષે સંકલન કરવાના તમામ પ્રયાસો કરશે.

જુનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતાએ આજે માંગરોળની મલાકાત લીધી હતી. જેમા ખાસ કરીને રમઝાન માસ ને ધ્યાનમાં રાખીને માંગરોળ મુસ્લિમ સમાજનાં તમામ આગેવાનો સાથે શુભેચ્છેક મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે એસપી હર્ષદ મહેતાએ ઇસ્લામમાં રમઝાનનું મહત્વ ગણાવી માંગરોળ મુસ્લિમ સમાજનાં આગેવાનોના હકારાત્મક દ્રષ્ટિકોણને વખાણીયો હતો. શહેરમાં સુલેહ શાંતિ અને સુખાકારી માટે આગેવાનોની પોલીસ તંત્ર સાથેની તાલમેલ બિરદાવી હતી. શાંતિ અને સુલેહને ઉન્નતિનો પાયો ગણાવ્યો હતો.
આ તકે માંગરોળ મુસ્લિમ સમાજના આગેવાનોએ એસપી સાહેબને સાલ અર્પણ કરી સન્માન કર્યું હતું. ઘાંચી સમાજના પ્રમુખ મોહમદહુસેન ઝાલાએ માંગરોળમાં થી એમડી ડ્રગ્સના દુષણ ને ડામવા માટે એસપી સાહેબની કામગીરીને બિરદાવી હતી અને હાલ માંગરોળ બસ સ્ટેન્ડ સામે દાયકાઓથી કાર્યરત રીક્ષા સ્ટેન્ડ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. અને ગરીબ બેરોજગારોની જીવાદોરી સમાન આ રીક્ષા સ્ટેન્ડ ફરી કાર્યરત કરાવવા એસપીને રજૂઆત કરી હતી. આ બાબતે વહેલી તકે નિરાકરણ લાવવા એસપી હર્ષદ મહેતાએ આશ્વાસન આપતા જણાવ્યું હતું કે ગરીબ મધ્યમવર્ગીય પરિવાર ની રોજીરોટી માટે પોલીસ બંને પક્ષે સંકલન કરવાના તમામ પ્રયાસો કરશે. એમડી ડ્રગ્સ બાબતે એસપીશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ ધર્મ નશાને પ્રોત્સાહન નથી આપતો. આપણા સૌના માટે યુવા પેઢીને યોગ્ય દિશા આપવા માટે, જે લોકો નાશાના કારોબારને પોતાનો વ્યવસાય બનાવીને બેઠા છે તેઓને દરેક સમાજે ખુલ્લા પાડવા જોઈએ. જે લોકો યુવાઓને નકારાત્મક દિશામાં લઈ જઈને પોતાના રોટલા શેકતા હોય તેવા લોકોનો કોઈ સમાજ નથી તેવા લોકોનો કોઈ ધર્મ નથી. એ ગુનેગાર છે તેમને કોઈ પણ સમાજે રક્ષણ ના આપવું જોઈએ. ડીવાયએસપી કોડીયાતરે સૌનું અભિવાદન કર્યું હતું. જ્યારે પીએસઆઇ રવિશંકર ડામોરે તમામ મુસ્લિમ આગેવાનોને રોજો ઇફ્તાર કરવા માટે ખજૂર ના પેકેટ આપ્યા હતા. એસપી શ્રી હર્ષદ મહેતાની આ મિટિંગમાં એસઓજી પીઆઈ સોલંકી મેડમ, માંગરોળ બૈતુલમાલ ફંડના પ્રમુખ હનીફભાઈ પટેલ, ઘાંચી સમાજના પ્રમુખ મોહમદહુસેન ઝાલા સહીત તમામ 19 જમાઅતના પ્રમુખશ્રીઓ, આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
error: Content is protected !!