જૂનાગઢમાં સગાઈ તોડી નાખવાના મનદુઃખે બે દિકરીઓનું વેવાઈ દ્વારા અપહરણ કરી ગયાની ફરિયાદ

0

જૂનાગઢના એક દેવીપુજક પરિવારની બે સગી બહેનોની સાયલાના એક પરિવારના બે સગા ભાઈઓ સાથે સગાઈ કરવામાં આવી હતી. આ દરમ્યાન દિકરીઓની માતાએ સગાઈ છુટ્ટી કરી નાખવા બાબતે વાત કરેલ હોય જેથી નારાજ થઈ અને સસરાએ જૂનાગઢ આવી અને બંને બહેનોના કારમાં અપહરણ કરી ગયાના બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના શાંતેશ્વર રોડ, ઓઘડનગર ખોડીયાર મંદિર પાસે રહેતા ગીતાબેન સુરેશભાઈ સોલંકી(ઉ.વ.૪૭)એ જેન્તીભાઈ ધનાભાઈ ભોજવીયા રહે.વડીયા ગામ તાલુકો સાયલા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીની દિકરીઓની સગાઈ આરોપીના બંને દિકરાઓ સાથે કરેલ હોય જે સગાઈ છુટી કરી નાખવા ફરિયાદીએ વાત કરેલ જેથી નારાજ થઈ આ કામના આરોપીએ ફરિયાદીના ઘરે આવી ફરિયાદીની પુખ્ત વયની દિકરી વીશાખા(ઉ.વ.ર૦) તથા સગીર વયની દિકરી પુજા(ઉ.વ.૧૭) વાળીને પોતાની સફેદ કલરની ઈકો ગાડીમાં ફરિયાદીની મરજી વિરૂધ્ધ ફરિયાદીની બંને દિકરીઓના તેના બંને દિકરાઓ સાથે લગ્ન કરવા માટે અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.એ. ભંડેરી ચલાવી રહ્યા છે.

error: Content is protected !!