જૂનાગઢમાં ટીપી સ્કિમના વિરોધમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર પાઠવવાનો યોજાયો કાર્યક્રમ

0

જુની સ્કિમના ઠેકાણા નથી અને નવી સ્કિમ લાગુ કરવા સામે ભારે વિરોધ : યોગ્ય નિર્ણય નહી આવે તો ઉગ્ર આંદોલનના ભણકારા

જૂનાગઢમાં ઝાંઝરડા, સુખપુર અને જાેષીપરા ટીપી સ્કિમ લાગું કિસાન સંઘ સાથે ખેડૂતોએ પાંચ દિવસના ધરણા ઉપર બેઠા છે. આ ધરણા પ્રદર્શનના ચોથા દિવસે પણ સમસ્યાનું મુખ્યમંત્રીને સંબોધીને જૂનાગઢ કલેકટરને આવેદન પત્ર પાઠવી ટીપીને પડતી મુકવા ઉગ્ર માંગ કરી છે. જૂનાગઢ ભારતીય કિસાન સંઘના કાર્યકરો તેમજ ખેડૂતો અને મહિલાઓ ઝાંસીની રાણી સર્કલથી ચાલીને કલેકટર કચેરી ખાતે ટીપીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ મુખ્યમંત્રીને સંબોધીને જૂનાગઢ કલેકટર મારફતે આપેલ આવેદનમામં જણાવ્યું હતું કે, ઝાંઝરડા ગામની ટીપી સ્કિમ નંબર સાત અને પાંચનો વિરોધ થયો છે. ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ૪૦ ટકા જમીન કપાત થાય તેમજ બેટરમેન્ટ ચાર્જ લગાડતા આવા ખેડૂતો વિરોધી કાયદાને લીધે જગતના તાતને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહેલો છે. છેલ્લા ચાર દિવસથી ધરણા ઉપર બેઠા છીએ અને સરકારને અનુરોધ છે કે ખેડૂતોના હિતને ધ્યાને લઈ ન્યાય કરવામાં આવે તે જરૂરી છે અને માંગણી સાથે આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલું કલેકટરને પાઠવવામાં આવી અને તાત્કાલીક આ અંગે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી હતી.

error: Content is protected !!