માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીનો ભાજપ પ્રવેશ સાથે જૂનાગઢ લોકસભાની બેઠકના સમીકરણો બદલાયા

0

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નૈતૃત્વમાં ૪૦૦થી વધુ બેઠકો લઈ જવાનો લક્ષ્યાંક કરવામાં આવેલો છે. આ સાથે ચૂંટણીલક્ષી રાજનીતિના ચોકઠા ગોઠવવામાં આવી રહ્યા છે. ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારોનું લીસ્ટ જારી કરવામાં આવેલ છે જેમાં મહિલાઓને પણ વિવિધ બેઠકો ઉપર પ્રતિનિધિત્વ આપવામાં આવેલ છે. દરમ્યાન સૌરાષ્ટ્રની ખાસ કરીને જૂનાગઢની અતિ મહત્વની લોકસભાની બેઠકનું કોકડું હજુ ગુંચવાયેલું છે અને કોઈ ઉકેલ આવ્યો નથી. આ દરમ્યાન આજે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આજે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપનો વિધીવત આવકારી અને કેસરીયો ખેસ ધારણ કરવામાં આવનાર છે. માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના ભાજપના પ્રવેશ સાથે જ જૂનાગઢની લોકોસભાની બેઠકનું સમીકરણ પણ બદલાઈ ગયું છે અને આ બેઠક માટે ભારે સસ્પેશ ઉભું થયું છે. પસંદગીનો કળશ કોની ઉપર ઢોળાશે તે અંગે સંબંધિતોની મીટ રહેલી છે.

error: Content is protected !!