સુપ્રસિધ્ધ સોમનાથ મંદિરમાં વિશ્વભરમાંથી દર્શને આવતા યાત્રિકો-પ્રવાસીઓની મુશ્કેલીઓ-અગવડો દુર કરે તેવી લોકલાગણી છે. મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને જવાની મનાઈ કરાયેલ છે અને ટ્રસ્ટ દ્વારા વીનામુલ્યે ટુંકા વસ્ત્રો ઉપર વીટાળવા ધોતી પણ અપાય છે પરંતુ તે ધોતીની સંખ્યા માત્ર વીસ જ છે. જેથી ધોતીની સંખ્યા ૧૦૦થી ૧પ૦ કરવાની જરૂર છે. કારણ કે ઉનાળાની સીઝન છે અને અમદાવાદ સાઈડના મોટાભાગના યાત્રિકો આવા સંજાેગોમાં મુશ્કેલી અનુભવે છે અને એકબાજુ મંદિરમાં જવા નથી મળતું તો બીજીબાજુ સ્વાગત કક્ષ કહે છે ધોતી સ્ટોકમાં નથી. સોમનાથ મંદિરમાં દર્શન કરવા પ્રવેશવા જુના પથિકાશ્રમ મેદાનમાં જે ચેકીંગ કેબીનો બનાવેલી છે તેની પાસે દુરથી દેખી શકાય કે મંદિર એન્ટ્રસ ગેટનું બોર્ડ લગાવવો ખાસ જરૂરી છે. કારણ કે આ કેબીનો આ માટે જ છે તેની લોકોને સરળતાથી જાણી શકાય. આ ઉપરાંત મંદિરમાં મોટા પર્સ કે સામાન લઈ જવાની મનાઈ હોવાથી તે સાચવવા ટ્રસ્ટે વીનામુલ્યે સારી વ્યવસ્થા પણ કરી છે પરંતુ તેની ક્ષમતા માત્ર થોડી જ હોય અને યાત્રિકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતી હોઈ અને ત્યાં એમ કહે છે જગ્યા નથી માટે તાબડતોબ ચારગણી ક્ષમતા અને મોટા સામાન પણ પર્સ પણ સાચવી શકાય તેવી વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે.