જૂનાગઢ નજીક ગોઝારો અકસ્માત, યુવક કાર સાથે ટકરાઈ ટ્રક નીચે આવી જતા સારવાર દરમ્યાન મૃૃત્યું

0

જૂનાગઢ નજીક ૧૦ દિવસ પહેલા એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ખડીયા ગામનો એક બાઈક ચાલક યુવક કાર સાથે ટકરાયા પછી રોડ ઉપર ફંગોળાઈ જતા પાછળ આવતા ટ્રકના વ્હીલ નીચે ચગદાઈ જતા તેનું સારવાર દરમ્યાન મોત થયાનું પોલીસ દફતરે નોંધાયું છે. જૂનાગઢના ખડીયા ગામનો ભાવેશ માધાભાઈ ચુડાસમા નામનો યુવક ગત તા.૪ માર્ચના રોજ બપોરના એક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને પાદરીયા ગામ પાસે વડવાળા હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે અચાનક આગળ જતી એક કારના ચાલકે બ્રેક મારતા ભાવેશનું બાઈક ધડાકાભેર કાર સાથે અથડાયું અને ભાવેશ બાઈક ઉપરથી ફંગોળાઈને રસ્તાની જમણી તરફ પડયો હતો. ત્યારે જ અચાનક પાછળથી ટ્રક નંબર જીજે-ર૩-ડબ્લ્યુ-પ૬૪૯ના ચાલકે ભાવેશ ઉપરથી ટ્રક પસાર કરી દેતા ભાવેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને જૂનાગઢથી અમદાવાદ ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયાનું સામે આવતા તાલુકા પોલીસમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!