બાંટવા નજીકમાં પાજાેદ ગામ પાસે બાઈક લઈ ઉભેલા ૩ યુવાનોને ઈકો ચાલકે હડફેટે લેતા ત્રણેયના મૃત્યું નિપજયા હતા. ત્રણ ગૌસેવકોના મોતથી પંથકમાં શોકનું મોજુ ફીર વળ્યું છે. ત્યારે જ અકસ્માત સર્જનાર ઈકો ચાલકે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. બાંટવા બસ સ્ટેન્ડ પાસે ગાયોને નીરણ નાખી ગૌસેવકો બેઠા હતા તેમાંથી અમુક મિત્રો ઘોડી ખેલવવા માટે સરાડીયા તરફ ગયા હતા અને ૩ યુવાનો પાજાેદ પાસે બાઈક લઈ ઉભા હતા એ સમયે ઈકો ચાલક નાથાભાઈ દાશાએ બાઈકને ઠોકર મારી હતી અને પરેશ પરબત રામ(રહે.બાંટવા), ભરતભાઈ નગાભાઈ(રહે.બાંટવા) અને હરદાસભાઈ કારાભાઈ ઓડેદરા(રહે.માણાવદર)ના મોત નીપજયા હતા અને પોલીસે ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. જાેકે ઈકો ચાલક નાથભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ છે. મૃતક યુવાન કુતિયાણાના દેવડા ગામે તેમની બહેનના ઘરે રોકાયો હતો. બપોર પછી સાંજના સમયે ન્હાવાના બહાને નીકળી ગયા બાદ અંતિમ પગલું ભર્યું હતું. જેને લઈને તેમના પરિવારમાં ગમગીની ફેલાઈ છે.