જૂનાગઢમાં પરિણીતાએ મળવા બોલાવેલ પ્રેમી ઉપર પતિ સહિતનાઓ ત્રાસ ગુજરાતા ફરિયાદ

0

જૂનાગઢ પંથકમાં ભારે ચકચારી બનેલા એક બનાવમાં લગ્નેતર અનૈતિક સબંધમાં એક યુવક સાથે અમાનુષી કૃત્ય થયું હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. પતિ નાઈટશીપમાં ગયેલ હોવાનું કહીને પરિણીતાએ પ્રેમીને રાતે મળવા બોલાવ્યો હતો અને બાદમાં પતિ સહિતના પાંચ શખ્સોએ પ્રેમી યુવક ઉપર સવાર સુધી યાતના ભર્યું કૃત્ય કરીને ઢોર માર માર્યાની ઘટનાની સામે આવી છે. માંગરોળમાં વાલ્મિકીવાસમાં રહેતો અને મજુરી કામ કરતો જતીન જેન્તીભાઈ જેઠવા(ઉ.વ.ર૧) એ જૂનાગઢના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધીરજ જેઠવા, પપ્પુ પરમાર, નરેન્દ્ર ઉર્ફે ડબો જેઠવા, અનુપ ઝાલા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એવું જણાવ્યું છે કે, જતીનને જૂનાગઢમાં જાેષીપરા નારાયણ ચોકમાં રહેતી પરણીતા સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમ સબંધ હોય અને ગત તા.૧૦ માર્ચે તેણીએ જતીનને ફોન કરીને કહ્યું કે, મારા પતિ નાઈટશીપમાં ગયેલ છે. જેથી ઘરે મળવા આવો જેથી જતીન માંગરોળથી જૂનાગઢ આવ્યો હતો અને રાતે ૧૧ઃ૩૦ કલાકે તેણીના ઘરમાં ગયો અને ઉપરના રૂમમાં ગયા ત્યાં યુવતિના પતિ નરેન્દ્ર જેઠવા સહિતના ઉપરોકત આરોપીઓ હાજર હતા. તેઓએ દરવાજાે બંધ કરીને સવારના ૬ઃ૩૦ વાગ્યા સુધી ગાળો આપીને હાથ-પગ બાંધી દઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ પાવડાના હાથા વડે તેમજ કમરના પટ્ટા વડે આડેધડ માર મારીને એક શખ્સે મચ્છર મારવાના ઓલ આઉટની ભૂંગળી તેમજ એક શખ્સે બોલપેન ગુદાના ભાગે નાખીને વિડીયો ઉતારી લીધા હતા. બાદમાં આ અંગે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જતીનના પરિવારને રાતે જાણ કરીને રાતો-રાત જૂનાગઢ બોલાવ્યા અને સવારે ૬ઃ૩૦ કલાકે તેના માતા-પિતાને બોલાવીને સોંપ્યો અને આને સમજાવી દેજાે નહીતર મારીને ફેંકી દેશું તેવી ધમકીઓ આપી હતી. બાદમાં માંગરોળ ગયા પછી જતીનને શરીરે દુઃખાવો થતા તેને ત્યાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેની ફરિયાદ ઉપરથી પોલીસે પાંચેય ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે અને આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.ડી. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!