મૌખીક સમાધાન અમને મંજુર નથી, કોર્ટ જે ચુકાદો આપશે તે અમને મંજુર : ભારતી આશ્રમના ચાલતા વિવાદ અંગે મહામંડલેશ્વર હરીહરાનંદબાપુનું મહત્વનું નિવેદન

0

ભવનાથ તળેટી સહિત ગુજરાતમાં આવેલા ભારતી આશ્રમના માલીકી હક્ક બાબતનો વિવાદ હજુ થાળે પડયો નથી, સંત સમાજ અને સેવક ગણમાં ભારે ચર્ચા

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ વિસ્તારમાં ભારતી આશ્રમ નામની વિશાળ ધાર્મિક જગ્યા આવેલી છે. બ્રહ્મલીન સંત મહામંડલેશ્વર પુ. વિશ્વંભરભારતીજી મહારાજના આ આશ્રમની ખ્યાતિ દુર દુર સુધી ફેલાયેલી છે. તેમજ ભારતી આશ્રમના નેજા હેઠળ ગુજરાતના વિવિધ સ્થળોએ અનેક આશ્રમો આવેલા છે. આ આશ્રમો અંગેના વિવાદો ચાલી રહયા છે. થોડા દિવસ પહેલા આશ્રમ અંગેના ચાલતા વિવાદમાં સમાધાન થયું હોવાની વાત વહેતી થઈ હતી પરંતુ ગઈકાલે અચાનક નાટયાત્મક વણાંક આવ્યો છે. અને આશ્રમનાં વિવાદ બાબતે કોઈ સમાધાન થયું નથી અને વિવાદ હજુ યથાવત રહયો છે. મીડીયા સાથેની વાતચીતમાં ભારતી આશ્રમના વર્તમાન ગાદીપતિ અને મહા મંડલેશ્વર હરીહરાનંદબાપુએ સમાધાનની બાબત અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સમાધાન થયું નથી. મૌખીક સમાધાન અમોને મંજુર નથી અને કોર્ટ જે ચુકાદો આપશે તે અમોને મંજુર હોવાની વાત વ્યકત કરવામાં આવી હતી.
ભવનાથ ખાતે આવેલા ભારતી આશ્રમના પરમ પુજય વિશ્વંભરભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરીહરાનંદબાપુ આવ્યા હતા. આ આશ્રમ સાથે હજ્જારો સેવકોની લાગણી જાેડાયેલી છે અને દુર દુરથી ભાવિકો શ્રધ્ધાપુર્વક આશ્રમ સાથે જાેડાયેલા છે. ભારતી આશ્રમના નેજા હેઠળ ગુજરાતભરમાં કરોડોની કિંમતના આશ્રમો આવેલા છે. દરમ્યાન પુજય વિશ્વંભરભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ વર્તમાન ગાદીપતી મહામંડલેશ્વર હરીહરાનંદબાપુ અને તેમના એક શિષ્ય વચ્ચે આ આશ્રમ મુદ્દે ભારે વિવાદ ચાલ્યો હતો અને આ વિવાદની બાબતમાં ૧૦ દિવસ પહેલા એવી વાત વહેતી થઈ હતી કે, આ વિવાદ અંગે સમાધાન થઈ ચુકયું છે અને કોઈ જાતનો ગજગ્રાહ રહેતો નથી પરંતુ ત્યાં જ ગઈકાલે મહામંડલેશ્વર હરીહરાનંદબાપુએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જીવું છુ ત્યાં સુધી એકેય આશ્રમ નહી આપું અને મૌખીક સમાધાન અમોને મંજુર નથી તેવી વાત વ્યકત કરી હતી. ભારતી આશ્રમના વર્તમાન મહંત અને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહા મંડલેશ્વર હરીહરાનંદભારતીજી મહારાજે જૂનાગઢ ખાતે કહ્યું હતું કે, સરખેજ મુકામે મારા મોટા ગુરૂ ભાઈ મહામંડળેશ્વર કલ્યાણાનંદ ભારતીજી મહારાજ બ્રહ્મલીન થયા ત્યારે મારા હાથે તેમને સમાધી આપવામાં આવી હતી, તેમાં અનેક વરિષ્ઠ સંતો ઉપસ્થિત હતા, ત્યારે ઘણા વર્ષોથી ભારતી આશ્રમ મામલે વિવાદ ચાલ્યો છે, ત્યારે આ મુદ્દે સમાધાન થયું તે વાત ખોટી છે. અને વિવાદ માત્ર આશ્રમનો છે.
જે આશ્રમનું વિલ મારા નામનું છે, અને તેનું મેં પ્રોબેટ લીધું ત્યારે છ મહિના સુધી ઋષિભારતીએ કોઈ પ્રત્યુતર આપ્યો નથી, જેથી વિલ પણ મારા નામનું છે, અને હાલ આ મેટર કોર્ટમાં ચાલી રહી છે, ત્યારે કોર્ટ જે ર્નિણય કરશે તે અમોને મંજુર છે, પરંતુ મૌખિક સમાધાન અમને મંજુર નથી. લેખિત નહી મળે ત્યાં સુધી સમાધાન નહી. મારા શિષ્યો અને સેવકો, ટ્રસ્ટીઓ મારી સાથે છે. હું જીવું છુ ત્યાં સુધી ઋષિ ભારતી હોય, કે મહાદેવભારતી હોય, કે અવધેશાનંદ ભારતી હોય. મારા ૧૮ થી ૨૦ ચેલા છે, તેમાંથી એકેયને આશ્રમ કોઈને આપવાનો નથી, તેની મેટર કોર્ટમાં ચાલે છે,
અને કોર્ટ જે ચુકાદો આપશે તે મને મંજુર છે. બાકીનું કોઈ સમાધાન મને મંજુર નથી. જેમાં મારા શિષ્યો અને સેવકો, ટ્રસ્ટીઓ મારી સાથે છે. મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુએ આશ્રમના વિવાદ બાબતે સ્પષ્ટતા કરતા આપેલા નિવેદનને પગલે ફરી એકવાર ભારતી આશ્રમના વિવાદ બાબતે ચર્ચા ઉઠી છે અને આ વિવાદ વકરી રહયો હોય તેમ મનાઈ છે.

error: Content is protected !!