પ્રભાસ-પાટણ પોલીસે દારૂ અંગે વાહન ચેકીંગ કરી એક આરોપીને રૂા.૪,૩૬,૦૦૦ના કુલ મુદ્દામાલ સાથે ઝડપ્યો

0

આગામી લોકસભા ચૂંટણી અને હોળીના તહેવારો અંગે પોલીસ સર્તક-સજાગ હોઈ આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે દારૂ ભરેલ કાર સહિત એક આરોપીને ઝડપી પાડેલ છે. વિગત એમ છે કે પ્રભાસ-પોલીસ થાણાથી ર કિમી દુર હિરણ નદીના પુલ પાસે પોતાના કબ્જા-હવાલાવાળી મારૂતી સીયાઝ ફોર વ્હીલર રજી. નં. જીજે-૦૧-આરએચ-૭૩૮રમાં ગેરકાયદેસર પાસ-પરમીટ વગર ભારતીય બનાવટનો જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી દારૂની બોટલો નંગ-૩૦૧ જેની કિંમત રૂપીયા ર૬૦૦૦ તથા મારૂતી સીયાજ ફોર વ્હીલર રજી નંબર જીજે-૦૧-આરએચ-૭૩૮ર જેની કિંમત ૪,૦૦,૦૦૦ તથા વનપ્લસ કંપનીનો ૧૧ આર પજી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપીયા ૧૦,૦૦૦ મળી કુલ રૂપીયા ૪,૩૬૦૦૦ના પ્રોહી. મુદ્દામાલ સાથે પકડાઈ જતા તથા આરોપી નં-રનાએ ઉપરોકત ઈંગ્લીશ દારૂનો જથ્થો પુરો પાડી રેઈડ દરમ્યાન હાજર ન મળી આવતા તપાસ ચાલુ છે અને આરોપી ધર્મેશ ગીગા રાઠોડ(ઉ.વ.ર૩) ધંધો વેપાર, રહે.ડાભોર ગામના ઝાંપા પાસે તાલુકો વેરાવળને ઝડપેલ છે.

error: Content is protected !!