રાજકોટ ખાતે દસ કરોડના ખર્ચે ચુવાળીયા કોળી સમાજ કન્યા છાત્રાલય બનાવવામાં આવશે

0

ચુવાળીયા કોળી સમાજની દિકરીઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા તેમજ કન્યા કેળવણીના શુભ આશયથી આગામી સમયમાં રાજકોટ ખાતે રૂપિયા દસ કરોડના ખર્ચે અતિ ભવ્ય ચુવાળીયા કોળી સમાજ કન્યા છાત્રાલય બનાવવા માટે જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ વેલનાથ બાપુ જગ્યાએ ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડીયા અને સમસ્ત કોળી સમાજ દ્વારા જૂનાગઢ વેલાવડ મંદિર ખાતે દિવ્ય ધ્વજારોહણ કરી શૈક્ષણિક રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને શિક્ષણની જ્યોત જગાવશે. આ તકે પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ મોહનભાઈ ઝિંઝુવાડીયા(ઉદ્યોગપતિ-ભામાશા), રાજકોટ તથા ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જૂનાગઢના આગેવાનો બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, જીતુભાઈ રાનેરા, રમેશભાઈ બાવળીયા, કાળુભાઈ ચાવડા, અરજણભાઈ દેત્રોજા, રવજીભાઈ ધોળકિયા, રાયમલભાઈ સિહોરા, સમજુભાઈ સોલંકી, બાવળીયા ભાવેશભાઈ, ઝિંઝુવાડીયા રામદેવભાઈ, ચુડાસમા પંકજભાઈ, ભરડા કાળુભાઈ, ડાભી મનુભાઈ, ઝાલા કડવા બાપા, કરાણીયા દિનેશભાઈ, મકવાણા નટુભાઈ, કુવરીયા ભરતભાઈ, ડાભી ભરતભાઈ, બાલોન્દ્રા વિજયભાઈ, મેથાણીયા દેવાંગભાઈ કુકાવા તેમજ જૂનાગઢ તથા રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાંથી ચુવાળીયા કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

error: Content is protected !!