જૂનાગઢ મહાનગપાલિકાના કમિશ્નર ડો. ઓમપ્રકાશની સુચના અનુસાર મિલ્કતવેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. ઘણા લાંબા સમયથી બાકી લ્હેણી રકમ વાળી ૮ મિલ્કતોને સીલ કરેલ છે તથા રૂા.૩૧ લાખની વસુલાત આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની અખબારી યાદી જણાવે છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા આસામીઓ દ્વારા પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જૂનાગઢ મહાનગરપાલિકાની ઘરવેરા શાખા દ્વારા આવી મિલ્કતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ખામધ્રોળ, કાળવાચોક-જયશ્રી રોડ, અક્ષર પ્લાઝા-૩, અક્ષર પ્લાઝા-૪, મહારાજા પેલેસ મળી કુલ ૮ મિલ્કતોને સીલ કરવામાં આવેલ છે. આ કામગીરી દોલતપરા ઝોનલ ઓફીસર કેયુર બાથાણી, જોષીપરા ઝોનલ ઓફીસર નીતુબેન વ્યાસ, ટીંબાવાડી ઝોનલ ઓફીસર ત્રિપાલસિંહ રાયજાદા અને હાઉસટેકસ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી દ્વારા આસિ. કમિશ્નર(ટેકસ) કલ્પેશ જી. ટોલીયા તથા નાયબ કમિશ્નર એ.એચ. ઝાંપડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.