જૂનાગઢ લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં શેની રાહ જાેવાઈ છે ? ચર્ચાતો પ્રશ્ન

0

બહુમતી વાળી ભાજપ શાસીત જૂનાગઢ મનપાની કંગાળ પ્રજાલક્ષી કામગીરી પણ નિર્ણય લેવામાં વિલંબ કરાવે છે !

આગામી લોકસભાની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડવાની શકયતા છે અને ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર થવાનો છે ત્યારે દેશભરમાં ચૂંટણીલક્ષી ફિવર શરૂ થવાનો છે. ભાજપ દ્વારા સૌરાષ્ટ્રની વિવિધ બેઠકો માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે પરંતુ જૂનાગઢની લોકસભાની બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં વિલંબ થઈ રહ્યો છે અને હજુ સુધી કોઈ નિર્ણય થયો ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં શેની રાહ જાેવાઈ રહી છે તેવો સળગતો સવાલ પણ આજે ઉઠી રહ્યો છે. બીજી તરફ રાજકીય બાબત એવી પણ ચર્ચાઈ રહી છે કે બહુમતી શાસન વાળી ભારતી જનતા પાર્ટીની મહાનગરપાલિકાની કથીત કામગીરીને કારણે જૂનાગઢવાસીઓ તો નારાજ છે અને તેની અસર આ લોકસભાની ચૂંટણીમાં પણ પડે તેવી શકયતા જાેવાઈ રહી છે. મનપાની પ્રજાલક્ષી કામગીરી કોઈ વખાણવા લાયક થઈ શકી નથી અને ગત વર્ષે સર્જાયેલી જળ હોનારતની ઘટનાએ મનપા તંત્રની છાપ ઉપર સુધી ખરડાયેલી છે. એટલું જ નહી દબાણો દુર ખાસ કરીને વોકળા ઉપરના ગેરકાયદેસર બાંધકામો દુર કરવાની સીએમ કાર્યાલયથી આદેશ છુટયા હોવા છતાં ગરીબ માણસોના ઝુંપડા તોડવા સિવાય કોઈ નક્કર કામગીરી થઈ શકી નથી તે બાબત પણ ભાજપના વરિષ્ઠ લોકોને ધ્યાનમાં છે. આ ઉપરાંત જૂનાગઢ લોકસભાના ઉમેદવારની પસંદગી એ અનેક પરિબળો કામ કરી રહ્યા છે ત્યારે સમજી વિચારીને જ નિર્ણય લેવો પડે તેવી શકયતા જાેવાઈ રહી છે. જૂનાગઢ લોકસભાની બેઠકનું કોકડું હાલ તો ગુંચવાયેલું છે અને સસ્પેન્શ દિવસે-દિવસે વધી રહ્યું છે.

error: Content is protected !!