જૂનાગઢમાં મોટરસાઈકલ સાઈડમાં ચલાવવાનું કહી હુમલો કર્યો : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં જાેષીપરા નંદનવન રોડ, અનુરાધા પાર્ક, પ્લોટ નં-ર૧/રર નજીક બનેલા એક બનાવમાં મોટરસાઈકલ સાઈડમાં ચલાવવાનું કહી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ત્રણ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા જૂનાગઢ તાલુકા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, જાેષીપરા નંદનવન રોડ, અનુરાધા પાર્ક, પ્લોટ નં-ર૧/રર ખાતે રહેતા અશ્વિનભાઈ માનસીંગભાઈ ભાટી(ઉ.વ.૩૦) એ રાજદિપ સેલારભાઈ મોયા રહે.જાેષીપરા, જૂનાગઢ, ભરત ભીમભાઈ ધાધલ રહે.અનુરાધા પાર્ક અને અજાણ્યો માણસ(ઉ.વ.આશરે રપથી ૩૦) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી પોતાની મોટરસાઈકલ લઇ જતા હોય ત્યારે આ કામના આરોપી નં-૧ તથા આરોપી નં-૩ ના મોટરસાઈકલ સ્પેન્ડર લઇ આવી ફરિયાદીને ભુંડી ગાળો આપી મોટરસાઈકલ સાઇડમાં ચલાવવાનું કહેતા ફરિયાદીએ મોટરસાઈકલ રોકતા આરોપીઓ ભુંડીગાળો દેવા લાગેલ એવામાં આરોપી નં-૨ આવી જતા બધા ભુંડીગાળો દેવા લાગેલ અને ફરિયાદીને છુટા પથ્થરના ઘા મારવા લાગેલ જે પથ્થર ફરિયાદીને માથાના ભાગે તથા કપાળના ભાગે લાગેલ જેથી ફરિયાદી પોતાના ઘરે જતા આરોપીઓ તેમની પાછળ ફરિયાદીના ઘરે જઇ ભુંડી ગાળો દેવા લાગેલ અને આરોપી નં-૦૨ એ છરીથી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પેટમા મારવા જતા ફરિયાદીને જમણા પગના સાથળના ભાગે મારી દિધેલ અને બધા આરોપીઓ ફરિયાદીને ઢીકાપાટુ મારવા લાગેલ દરમ્યાન સાહેદ ફરિયાદીના પત્ની લીલાબેન વચ્ચે છોડાવવા આવતા લીલાબેનને પણ મારી નાખવાના ઇરાદે આરોપી નં.૨ એ માથાના ભાગે છરીનો ઘા મારી લોહીયાળ ઇજા કરી માર મારી ફરીયાદી તથા સાહેદને મારી નાખવાના ઇરાદે ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી.ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦૭, ૩ર૩, ૩ર૪, ૩૩૭, પ૦૬(ર), ર૯૪(ખ), ૧૪૪, જીપી એકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. સરવૈયા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!