વિસાવદર તાલુકાના ભલગામની સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી ઃ સાત ઝડપાયા

0

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાં હજારો મેટ્રીક ટન ખનીજ ચોરી થઈ રહ્યાની બાતમી જીલ્લા પોલીસની ટીમોએ જૂનાગઢ ખાણ ખનીજ ખાતાને આપતા આખરે રોયલ્ટી ઈન્સ્પેકટર સહિતની ટીમે પોલીસને સાથે રાખીને રેડ કરવી પડી હતી અને પોલીસની હકિકત સાચી ઠરતા સ્થળ ઉપરથી રૂા.૪૮.૮૧ લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરવી પડી હતી. જૂનાગઢ એલસીબી અને એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, અહીંના વિસાવદર નજીક આવેલ ભલગામની સીમમાં મોટે પાયે ખનીજ ચોરી થઈ રહેલ છે. જેની જાણ પોલીસે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગને કરતા રોયલ્ટી ઈન્સ્પેકટર ભવદીપ જયવંત ડોડીયા સહિતની ટીમે પોલીસને સાથે રાખીને ગઈકાલે ભલગામની સીમમાં રેડ કરી હતી. સ્થળ ઉપરથી અમુક ઈસમો અલગ-અલગ સ્થળે સોફટ મોરમની ખનીજ ચોરી કરી રહ્યા હતા અને અલગ-અલગ કુલ ર૭ જેટલા માટીના ઢગલા પડયા હતા અને જમીનને ખોદવા અને માટીની ચોરી માટે ત્રણ ટ્રેકટર, એક લોડર અને એક જેસીબી ચાલી રહ્યા હતા. સ્થળ ઉપર તપાસ કરતા કુલ ૧૩૯ર૩ મેટ્રીક ટન સોફટ મોરમની ખનીજ ચોરી થયાનું અને ૯પ૧ મેટ્રીક ટન વિસ્તારમાં ખોદકામ કર્યું હોવાનું સામે આવતા અંગે ૪૮,૮૧,પ૮૯ની રકમની કુલ ખનીજ ચોરી અંગે કેસ કર્યો હતો. આ રેડમાં એલસીબી પીએસઆઈ ડી.કે. ઝાલા, એસઓજી પીએસઆઈ એસ.એ. સોલંકી સહિતનો સ્ટાફ જાેડાયો હતો. આ અંગે અંતે રોયલ્ટી ઈન્સ્પેકટર ભવદીપ ડોડીયાએ વિસાવદર પોલીસમાં સ્થળ ઉપરથી પકડાયેલા ભવદીપ હાથી બસીયા, ખોડુ બાવકુ બસીયા, ટ્રેકટર ચાલક ભનુ મોહન, મુકેશ નાનજી સાગઠીયા, કુમાર હીરજી વાઘેલા અને લોડરનો ચાલક પ્રવીણ રવજી પાટડીયા અને જેસીબીનો ચાલક શની રમેશ જલસાળીયા સામે ગુનો નોંધાવ્યો હતો. મુખ્ય સુત્રધાર હાથી બાવકુ બસીયા સ્થળ ઉપર હાજર ન મળતા તેની સામે પણ ફરિયાદ નોંધાવી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!