એ વાત અફવા છે, ખોટી છે તેમ કહી ચૂંટણી લડવા બાબતે ખુલાશો કરતા પૂ. મુક્તાનંદ બાપુ

0

પ્રભુ સ્મરણ કરવું અને સેવાના કાર્યો કરવા એ અમારૂ કાર્ય છે : પૂ. બાપુ

આગામી લોકસભાની ચૂંટણી અંગેની પ્રક્રિયા જાહેરનામા બહાર પાડતાની સાથે જ શરૂ થઈ ગઈ છે ત્યારે મહત્વની બેઠકો ઉપર જુદા-જુદા નામોની ચર્ચાઓ ઉઠવા પામી છે. આ દરમ્યાન અખીલ ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુક્તાનંદ બાપુ ચૂંટણી લડશે તેવી વાત ચર્ચાની એરણ ઉપર ઉઠવા પામી હતી. આ દરમ્યાન અખીલ ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુક્તાનંદજી બાપુએ આ વાતને એક અફવા અને ખોટી ગણાવી છે અને પૂ. મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે, તેઓ અલખના આરાધક છે સંત કાર્ય કરવું, પ્રભુનું સ્મરણ કરવું અને પરમાર્થનું કાર્ય કરવું તે અમારૂ મુખ્ય કાર્ય છે. રાષ્ટ્ર ભાવના અમારામાં છે જ અને રાષ્ટ્ર પ્રત્યે લાગણી ધરાવીએ છીએ અને સેવાના કાર્યો કરીએ છીએ પરંતુ ચૂંટણી લડવી, ટીકીટ માંગવી એવી કોઈ માનસીકતા અમારી નથી અને ભવિષ્યમાં પણ ચૂંટણી લડવાની કોઈ અમારી ગણતરી નથી. સમગ્ર રાષ્ટ્રના હિતમાં સેવાકીય કાર્યો અને પ્રભુ સ્મરણ એ જ અમારૂ મુખ્ય કાર્ય છે તેમ પૂ. મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું.

error: Content is protected !!