વર્ષ ૨૦૧૦થી દર વર્ષે દેશભરમાં વિવધ સંસ્થાઓ દ્વારા ૨૦ માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઊજવામાં આવે છે. અત્યારના આધુનિકરણ યુગમાં વૃક્ષો કપાતા જાય છે, મોબાઈલ ટાવરો, ઉંચા બિલ્ડીંગો વગેરે કારણોના લીધે ચકલીઓ તથા અન્ય પક્ષીઓ લુપ્ત થતા જાય છે. ચકલીઓને લુપ્ત થતી અટકાવવા માટે તથા તેમના સંરક્ષણ માટે વર્ષ ૨૦૧૨થી નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ દ્વારા પણ વિના મુલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સવારે ૧૧ થી બપોરે ૧ વાગા સુધી તળાવ દરવાજા સ્થિત અમારા કાર્યાલય -ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ, સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષ, પહેલા માળે, તળાવ દરવજા, જૂનાગઢ ખાતેથી વિનામૂલ્યે ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવશે. તમારા ઘરમાં, બગીચામાં કે રવેસમાં, વાડીમાં વગેરે યોગ્ય સ્થાને ચકલીનાં માળાઓ રાખી અમારા આ ચકલી બચાવવાનાં ભગીરથ કાર્યમાં સહભાગી બની શકો છો. આ ચકલીઓના માળા નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ તરફથી વિના મૂલ્યે મેળવવા, સંસ્થાના પ્રમુખ ડો. પાર્થ ગણાત્રા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.