જૂનાગઢમાં વ્યાજના નાણાંની ઉઘરાણી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી

0

જૂનાગઢમાં વ્યાજના નાણાંની ઉઘરાણી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ફરીયાદી અમીતભાઈ રાજેશભાઈ કડીવાર(ઉ.વ.ર૭) રહે. મીરાનગર, કલેકટર ઓફિસ પાછળ, ઉમા રેસીડેન્સી, બ્લોક નં-૧૦૧, જૂનાગઢ વાળાએ આ કામના આરોપી ખોળુભા કાઠી દરબાર જય વીર ફાનાન્સ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, તા.૧પ-૩-ર૦ર૪થી ચારેક માસ પહેલાના સમયગાળામાં બનેલા બનાવ અંગે પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, આ કામના ફરિયાદીએ આરોપી પાસેથી રૂા.૪૦,૦૦૦ વ્યાજે લીધેલ હોય જે પૈકી રૂા.૧૦,૦૦૦ ચુકવેલ અને બાકીના રૂપીયા આપવાના બાકી હોય તેમ છતાં આરોપીએ અવાર-નવાર ફરિયાદી પાસેથી વ્યાજની રૂા.૧,પ૦,૦૦૦ની મોટી રકમ કઢાવવા પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીનું મોટરસાયકલ સ્પલેન્ડર રજી નં. જીજે-૧૧-સીકે-૦પ૦૧નું બળજબરી પુર્વક મેળવી લઈ ફરિયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢી ગેરકાયદેસર વ્યાજના નાણાં ન ચુકવે તો ફરિયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૮૬, પ૦૬(ર), ર૯૪(ખ) તેમજ નાણાં ધીરધાર અધી. કલમ ૪૦, ૪ર(ડી), ૪ર(ઈ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.ડી. પરમાર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!