વિસાવદર તાલુકાના મોણીયા નજીક અપહરણ કરી રૂા.૪૦,૧૦૦ની લૂંટ કર્યાની ફરિયાદ

0

મેંદરડા તાલુકાના મુળ મોટી ખોડીયાર ગામના અને હાલ સાવરકુંડલા રહેતા ભાર્ગવભાઈ હરસુખભાઈ બારૈયા(ઉ.વ.૧૯)એ શ્રી રાજ મકવાણા રહે.મોણીયા તા.વિસાવદર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, મોણીયા ગામ પાસે બનેલા બનાવમાં આ કામના આરોપીએ ફરિયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને બળજબરીપુર્વક અપહરણ કરી લઈ જઈ ફરિયાદીને મોટરસાયકલની ઉભી ચાવી વડે માથાના ભાગે તથા શરીરે આડેધડ માર મારી તથા ફરિયાદીની મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જીજે-૧૧-સીએફ-૧પ૭૭ કિ.રૂા.૩૦,૦૦૦ તથા ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિ.રૂા.૧૦,૦૦૦ તથા એક ઘડીયાળ કિ.રૂા.૧૦૦ વાળી એમ કુલ રૂા.૪૦,૧૦૦ની લુંટ કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે વિસાવદરના પીએસઆઈ એસ.આઈ. સુમરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!