માણાવદર તાલુકાના વેકરી ગામે ૧૦ વિઘાના ઘઉંના ઉભો પાક સળગી જતા રૂા.ર લાખથી વધુની નુકશાની

0

પીજીવીસીએલના ટીસીમાંથી આગ લાગ્યાનું અનુમાન : તત્કાલ વળતર ચુકવી ખેડૂતને બચાવો

માણાવદર તાલુકાના વેકરી ગામે ગઈકાલે બપોરે ૧૦ વિઘાના ઘઉં કે ઉભા તૈયાર પાકમાં પીજીવીસીએલના ખેતર નજીક ટીસીમાંથી સ્પાર્ક થતા આગ લાગ્યાનું અનુમાન લગાવ્યું છે. કેમ કે અન્ય કોઈ કારણ જણાતું નથી. જે અંગે જાણવા મળેલ વિગતોનુસાર વેકરી ગામના વેજાભાઈ ભાટુની વાડીમાં ૧૦ વિઘાના ઘઉંનો તૈયાર પાક હતો તેને કાઢવાની તૈયારી કરવાની જ હતી તે પહેલા ગઈકાલે બપોરે અચાનક ૧૦ વિઘાના ઘઉં સળગી જતા રૂા.ર લાખની નુકશાની થયાનો અંદાજ છે. પીજીવીસીએલ અધિકારીઓ રીપોર્ટ કરી મદદ કરવાનું કહ્યું છે પરંતુ હાલ ખેડૂતને જીવનનિર્વાહનું શું ? વર્ષભરની મહેનત, મજુરી ખર્ચ કયાંથી કાઢશે ? તત્કાલ વળતર ચુકવો તેવી માંગ છે. વારંવાર બનતા બનાવો તપાસ માંગે છે.

error: Content is protected !!