જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલફર્લો સ્કવોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પો.ઈન્સ જે.જે.પટેલ લોકલ ક્રાઈમ બ્રાચના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઈન્સ. વાય.પી.હડિયા તથા ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમા જુદા જુદા પોલીસ સ્ટેશનોમા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા. આ દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ ઉમેશચંદ્ર મહેશચંદ્ર વેગડાને બાતમી મળેલ હોય કે એ ડીવી.પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-૧૦૦૩/૨૨ આઇ.પી.સી કલમ ૩૦૨ જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામે જૂનાગઢ જીલ્લા જેલમાં સજા ભોગવી રહેલ આરોપી હરેશભાઇ જીવાભાઇ સોલંકી જાતે. અનુ.જાતી(ઉ.વ.૪૭) રહે. રાજીવનગર, બીલખા રોડ પાસે વાળો જે છેલ્લા ત્રણેક માસથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ હોય જે મજકુર કેદી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે હાલ તેના ઘરે બીલખા રોડ રાજીવનગર સો.સા ખાતે હોય તે હકિકતના આધારે ખાત્રી કરી પો.સબ.ઇન્સ વાય.પી.હડીયા તથા એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા ડ્રાઈવર પો.કોન્સ મુકેશભાઇ કોડીયાતર તથા વુ.પો.કોન્સ સેજલબેન ગળચરનાઓએ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી તથા મોબાઇલ લોકેશનના આધારે આરોપી ઉપર તપાસમાં રહેતાં આ આરોપી બાતમી વાળી જગ્યાએથી મળી આવેલ હોય અને તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ હરેશભાઇ જીવાભાઇ સોલંકી જાતે. અનુ.જાતી(ઉ.વ.૪૭) રહે. રાજીવનગર, બીલખા રોડ પાસે વાળો હોવાનું બહાર આવેલ આ આરોપી જૂનાગઢ જીલ્લા જેલનો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી જૂનાગઢ જીલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર જે.જે.પટેલ, પેરોલ ફર્લો સ્કોડના વાય.પી.હડીયા તથા એ.એસ.આઇ. ઉમેશચંદ્ર વેગડા તથા પો.કોન્સ દિનેશભાઇ છૈયા તથા ડ્રા. પો.કોન્સ મુકેશભાઇ કોડીયાતર તથા વુ.પો.કોન્સ. સેજલબેન ગળચરનાઓએ સાથે મળી પ્રશંસનીય કામગીરી કરેલ છે.