જૂનાગઢના બિલખા રોડ સોડાની કેબિન વાળી ગલીમાં આગળ રોડ ઉપર બનેલા એક બનાવમાં છ શખ્સોએ માર મારી અને રૂા.૧.૪૦ લાખની લૂંટ અને ધાડ કરી નાસી ગયા હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવતા પોલીસે છ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, રાજકોટ સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા ધ્રુવીનભાઈ હરેશભાઈ ચાવડા દરજી(ઉ.વ.રપ)એ સોહિલ નાજીરભાઈ નારેજા, અબ્બાસ ભીખુભાઈ બ્લોચ, તૌફીક હામીદભાઈ રફાઈ, લાંબા વાળ વાળો અનવર રહે.બધા જૂનાગઢ, એક અજાણ્યો ઈસમ(ઉ.વ.ર૦થી ૩૦) વાળો, એક અજાણ્યો ઈસમ(ઉ.વ.ર૦થી ૩૦) વાળો વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી નં.(૧) સોહીલ નાજીરભાઇ નારેજા રહે.જૂનાગઢવાળાના સોનાના દાગીના જૂનાગઢ એમ.જી.રોડ ખાતે વિ. આર્કેડમાં આવેલ આઇ.આઇ.એફ.એલ.ફાઇનાન્સમાં ગીરો પડેલ હોય જે સોનાના દાગીના આઇ.આઇ.એફ.એલ.ફાઇનાન્સમાંથી છોડાવી અને ફરીયાદીની મીના ગોલ્ડ બાયર નામની પેઢીએ વેચાણથી ખરીદ કરવાનું નક્કી કરેલ હોય જે અન્વયે આઇ.આઇ.એફ.એલ.ફાઇનાન્સમાં આરોપી નં.(૩) તૌફીકભાઇ હામીદભાઇ રફાઇના લોન નં.જીએલ૨૪૫૦૫૮૩૩ના ખાતામાં સોનાનો હાર રૂા.૧,૭૪,૦૦૦/- ભરવાના તથા આરોપી નં.(૧) સોહીલભાઇ નાજીરભાઇ નારેજાના લોન નં. જીએલ૨૪૫૦૫૧૮૩ના ખાતામાં સોના પાટલા નંગ-૧ રૂા.૨,૩૦,૪૮૦/- ભરવાના તથા આરોપી નં.(૨) અબ્બાસભાઇ ભીખુભાઇ બ્લોચના લોન નં. જીએલ૨૪૫૦૫૧૦૭ ના ખાતામાં સોનાનો ચેન તથા સોનાની બુટી જાેડી નં.૧ રૂા.૨,૫૩,૨૮૫/- ભરવાના મળી કુલ રૂા.૬,૫૭,૭૬૫/- ભરવાના હોય જે તમામ રૂપીયા ફરીયાદીએ આઇઆઇએફએલ ફાઇનાન્સમાં ભરી આરોપીનં.(૧) પાસેથી વેચાણથી ખરીદ કરી લીધેલ હોય જે સોનાના દાગીના તથા ફરીયાદી પાસેના અન્ય રોકડા રૂપીયા લુંટી લેવાના ઇરાદે આરોપી નં.(૧) તથા (૨) નાઓએ ફરીયાદીને તેના મોટાબાપાના ઘરે મુકવા આવવાના બહાને ફરીયાદી સાથે તેની ફોર વ્હીલમાં આવી ફરીયાદીને બિલખા રોડ ઉપરથી સોડાની રેકડી વાળી ગલીમાં લઇ જઇ અને ત્યાં પાછળથી આરોપી નં.(૩) તથા (૪) તથા બીજા બે અજાણયા વ્યકતીઓ આશરે ૨૦ થી ૩૦ વર્ષની ઉમરના વાળાઓ સફેદ કલરની એકસેસમાં તથા એક પીળા કલરની સ્પોર્ટ બાઇકમાં આવી છએ જણાએ ફરીયાદી તથા સાહેદો સાથે જપાજપી કરી સાહેદ પ્રફુલભાઇ પાસે તેનંુ નાનું કાળા કલરનું બેગ હોય જેમાં અંદાજે રૂા.૨૫,૦૦૦/- હતા તે બેગ તેની પાસેથી આરોપી નં.(૨)નાએ જબરજસ્તી લુટ કરી તથા આરોપી નં.(૪) નાઓએ ફરીયાદી પાસેથી તેનું કાળુ બેગ જબરજસ્તી લૂંટી લઇ જઇ જેમાં આશરે રોકડા રૂા.૧,૧૫,૦૦૦/- હતા તેની લુંટ કરી આરોપીઓ પૈકી કોઇ આરોપીએ ફરીયાદીને પાછળથી પટા વડે વાંસાના ભાગે માર મારી તથા સાહેદ પ્રફુલભાઇને આરોપી નં.(૨)નાએ દિવાલમાં માથુ ભટકાવી તમામએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ ફરીયાદી તથા સાહેદોની સાથે જપાજપી કરી મુંઢમાર મારી ફરીયાદી તથા સાહેદ પાસેથી કુલ રૂા.૧,૪૦,૦૦૦/-ની લૂંટ કરી ધાડ પાડી નાશી જઇ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૯પ, ૩૪ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વીે. આહિર ચલાવી રહ્યા છે.