સૌરાષ્ટ્રભૂમિ અહેવાલનો પડઘો : જૂનાગઢના જાેષીપરાના રસ્તા રિપેરીંગનું યુધ્ધના ધોરણે કામ હાથ ધરાયું

0

બોર્ડની પરીક્ષા ટાંકણે શૈક્ષણીક સંસ્થાના ગેઈટ પાસે ખોદી નખાયેલા રસ્તાને કારણે વિદ્યાર્થીઓ અને લોકોને પડતી મુશ્કેલી અંગે અહેવાલ અરજાે થયા બાદ તંત્રએ કરી તાત્કાલીક કાર્યવાહી

જૂનાગઢ શહેરના જાેષીપરા ફાટકથી લઈ સરદારપરા મેઈન રોડ સુધીનો મુખ્ય માર્ગ ગત રવિવારની મોડી રાત્રે અચાનક તોડી પાડવામાં આવ્યો હતો અને જેને લઈને સોમવારે બોર્ડની પરીક્ષા દેવા માટે જનારા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. છેલ્લા દોઢેક મહિનાથી રસ્તાનું કોઈને કોઈ કારણસર ખોદકામ થતું જ હોય છે અને જેને કારણે રાહદારીઓ-વાહનચાલકોને પણ ખુબ જ મુશ્કેલી પડી રહી હતી. આ દરમ્યાન ગત રવિવારે રાત્રે ફરીવાર ખોદકામ કરી નાખતા જાેષીપરા ફાટકથી લઈ સરદારપરા મેઈન રોડ સુધીના આ માર્ગો ઉપર પસાર થવું અતિ દુશકર અને મુશ્કેલ બન્યું હતું. દરમ્યાન જાેષીપરા વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને પડતી મુશ્કેલી અંગે વોર્ડ નં-૪ના નગરસેવક લલીતભાઈ પણસારાએ રજુઆતો કરી તેમજ મિડીયાના મિત્રોને પણ સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા અને જેને લઈને ગઈકાલે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર દ્વારા જાેષીપરા સરદારપરાના આ રસ્તાના ખોદકામ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો અને આ અહેવાલનો પડઘો પડયો હોય તેમ તાત્કાલીક અસરથી મનપા દ્વારા દ્વારા કન્યા છાત્રાલય પાસેનો રોડ રિપેર કરી પાઉડર નાખી રોલ ફેરવી અને સરખો કરી નાખવામાં આવ્યો છે. પાણીના કનેકશનો પણ રિપેર કરી નાખેલ છે તેમજ સ્ટ્રીટલાઈટના કેબલની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ સાથે જ રસ્તાઓનું લેવલીંગ કરી બંને રોડ ચાલું કરી દેવામાં આવેલ છે. મિડીયાના મિત્રોના સહકારથી ર૪ કલાકમાં જ આ વિસ્તારના લોકો જે ત્રણ મહિનાથી હેરાન થતા હતા જે કામગીરીને તાત્કાલીક પુરી કરી દેવામાં આવી છે અને જેને લઈને આજે લોકોને હેરાનગતી નિવારી શકાય છે અને મિડીયાની જાગૃતાના કારણે આરામથી લોકો આ રસ્તા ઉપરથી પસાર થઈ શકે તેવી સ્થિતિ સર્જાણી છે. આ તકે નગરસેવક લલીતભાઈ પણસારાએ જાેષીપરા જનતા વતી પત્રકાર મિત્રો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

error: Content is protected !!