જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હોળી-ધુળેટીનો તહેવાર ઉજવવા ઉત્સાહ

0

રંગોના તહેવારને મનાવવા માટે બજારમાં પીચકારી અને કલરની ખરીદીનો માહોલ : છેલ્લા ત્રણ દિવસ તેજીનો દોર રહેશે

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હોળી-ધુળેટીના તહેવારને ઉમંગભેર અને ઉત્સાહભેર ઉજવવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોળી-ધુળેટીના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બજારમાં વિવિધ વેરાઈટીની પીચકારીઓ આવી ગઈ છે અને કલરની ખરીદી માટેનો માહોલ જાેવા મળી રહ્યો છે. રંગોના પર્વ હળી-ધુળેટીની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ધુળેટીમાં લોકો એકબીજા ઉપર રંગ ઉડાવીને ઉજવણી કરતા હોય છે. પહેલાના સમયમાં કેસુડાના રંગથી ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવતો હતો. બાદમાં પાકા કલરનો પણ કેટલાક યુવાનો ઉપયોગ કરતા હતા. જાેકે હવે પાકા કલરનો ક્રેઝ ઘટયો છે અને યુવાનો હર્ષલ કલરનો ઉપયોગ કરતા થયા છે. રંગોના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. હવે ધીરે-ધીરે લોકો ઈકો ફ્રેન્ડલી હોળી પ્રતિક હોળી તરફ વળી રહ્યા છે. હવે લોકોમાં હર્બલ કલરનો ક્રેઝ વધ્ય છે. સિન્થેટીક, હર્બલ, તપકીરના પાવડરમાંથી બનતા કલરની બજારમાં ખુબ માંગ રહે છે. સાદા કલરના રૂા.૧પથી ૧પ૦૦ના કિલો અને હર્બલ કલરના રૂા.૧૦થી પ૦ સુધીના ભાવે વેંચાણ થઈ રહ્યું છે. હવે સમય બદલાય છે તેમ હોળીના કલરમાં પણ પેટર્ન બદલાય છે. જેથી મકાઈના લોટથી બનેલા ઓર્ગેનિક કલરની પણ ખરીદી કરવામાં આવી રહી છે. રૂા.ર૦૦ના કિલો ભાવે વેંચાણ થતા ઓર્ગેનિક કલરની ખરીદીની પણ આ વખતે બોલબાલા છે. ગુલાલ તો ઓલ ટાઈમ ફેવરીટ હોય જેથી કલરની અવેજીમાં ગુલાલની પણ પસંદગી થઈ રહી છે. હાલના દિવસોમાં તો મુખ્યત્વે પિચકારીની જ ખરીદી કરવામાં આવી રહી છે. ઉપરાંત બજારોમાં વિવિધ પ્રકારની પિચકારીઓનું પણ વેંચાણ થઈ રહ્યું છે. બાળકો માટે વર્ષોથી જે પિચકારી વપરાય છે તે ઉપરાંત મશીન ગન, પ્રેશર ગન, ટેન્ક પિચકારીની પણ ભારે માંગ છે. રૂા.૭૦થી લઈને પ૦૦ રૂપીયા સુધીની પિચકારીઓ વિવિધ વેરાઈટોઓમાં જાેવા મળી રહી છે. કલર અને પિચકારીની ખરીદી ધીમે-ધીમે થઈ રહી છે. જાેકે હોળી-ધુળેટીનું પર્વ રવિ અને સોમવારે હોય જેથી શુક્ર-શનિ અને રવિવારે એમ છેલ્લા ત્રણ દિવસ ખરીદીમાં ભારે તેજી રહેશે તેમ મનાઈ છે.

error: Content is protected !!