શૈક્ષણિક સંસ્થાઓ નજીક ધ્વની પ્રદુષણનો સરેઆમ ભંગ, વાહનની સ્પીડ લીમીટનો ઉલારીયો, કાયદાની એસીતેસી કરી નિયમોના ભંગ સામે કાર્યવાહી કરવા માંગ
જૂનાગઢ શહેરમાં સંખ્યાબંધ શૈક્ષિણક સંસ્થાઓ આવેલી છે. પરંતુ આ સંસ્થાઓ કંઈ જગ્યાએ આવેલી છે તે અંગેના સાઈન બોર્ડ માર્ગો ઉપર જાેવા મળતા નથી. એટલું જ નહીં જે તે શૈક્ષણિક સંસ્થાઓના નજીકના માર્ગો ઉપર પસાર થવા માટે વાહનની લીમિટ બાંધવામાં આવતી હોય છે પરંતુ તેનું જૂનાગઢમાં સરેઆમ ઉલ્લઘંન થઈ રહેલ છે. એટલું જ નહીં જયાં શૈક્ષણિક સંસ્થાઓ હોય જેને ૧૦૦ મીટરની ત્રીજીયામાં ધ્વની પ્રદુષણ ફેલાવવું તે પણ ગુન્હો બનતો હોય છે ત્યારે જૂનાગઢમાં આ તમામ નિયમોની એસીતેસી કરી નાખવામાં આવી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે અને આ અંગે તત્કાલ ઘટતી કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.
મોટા શહેરો અને વિદેશોમાં એક કાયદાની અલગ અમલવારી ખુબજ અસરકારક રીતે થતી હોય છે. ખાસ કરીને જે માર્ગો ઉપર શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોય તેનું સ્થળ દર્શાવતા સાઈનબોર્ડ લાગેલા હોય છે. એટલું જ નહીં જયા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય ત્યાં અવાજનું પ્રદુષણ ફેલાવવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવેલો હોય છે. આ ઉપરાંત જે સ્થળે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોય ત્યાં ખાસ કરીને કોઈપણ વાહન પસાર થવું હોય તે તેને અમુક લીમીટમાં જ વાહન ચલાવવું પડે છે અને ત્યાં ઝડપની લીમીટ બાંધેલી હોય છે અને જેને કારણે શૈક્ષણિક સંસ્થાઓના વિસ્તારમાં અકસ્માતનો ભય કે ખતરો રહેતો નથી. જૂનાગઢ શહેરને વિકાસની અનેક વાતો કાગળ ઉપર દોરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ ગલીએ ગલીએ ફુટી નીકળેલી જાેવા મળે છે. જૂનાગઢ શહેરમાં જાે શૈક્ષણિક સંસ્થાઓ માટેના નિયમો અંગેનો સર્વે કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાંથી અપવાદરૂપ શૈક્ષણિક સંસ્થાઓને બાદ કરવામાં આવતા મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણના કોઈ નિયમોજ પાડવામાં આવતા નથી. આજના વર્તમાન યુગમાં વિદ્યાર્થીઓને અનેકલક્ષી શૈક્ષણિકની સાથે ઈતરપ્રવૃતિ પણ કરાવવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવા માટે અને તેના કૌશલ્યના વિકાસ માટે સંસ્થાઓ પાસે રમતનું મેદાન પણ હોવું જરૂરી છે. પરંતુ જૂનાગઢમાં ખાટલે મોટી ખોટ છે કે, જૂનાગઢ શહેરમાં અનેક એવી નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં સંસ્થાઓ પાસે રમત માટેનું યોગ્ય મેદાન પણ નથી અને આવી અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દર વર્ષે બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવે છે અને તેની જાહેરતો પણ મસમોટી કરવામાં આવે છે. આવી અનેક સંસ્થાઓ અને સ્કુલો રહેલી છે જાે શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચકક્ષાએથી તેનો સર્વે કરવામાં આવે તો ઘણીબધી ક્ષતીઓ બહાર આવે અને સ્કુલોના સંચાલકો સામે કાયદેસર પગલા ભરવા પડે તેવી સ્થિતિ છે. હાલ જે વાત અહીં લખવામાં આવી છે તે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓનો દિશા નિર્દેશ દર્શાવતા સાઈનબોર્ડ કોઈ સંસ્થાઓના જાેવા મળતા નથી. ધ્વની પ્રદુષણના નિયમોનું પાલન થતું નથી તેમજ વાહનો માટેની સ્પીડ લીમટનો પણ આ શૈક્ષણિક સંસ્થાઓ નજીક પસાર થતા વાહન ચાલકો છડેચોક ભંગ કરી રહ્યા છે. તેમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી તેવી અનેક ફરીયાદો ઉઠેલી છે. આગામી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા શિક્ષણ વિભાગ દ્વારા શહેરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓની સર્વે કરી સાઈન બોર્ડ રસ્તા ઉપર, સ્પીડ લીમીટ તેમજ ધ્વની પ્રદુષણનો ભંગ ન થાય તે માટે કડક સુચના આપવામાં આવે અને આ બાબતે તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.