જૂનાગઢના ખામધ્રોળ, ભીયાળ તેમજ માણાવદરના વેળવા ગામે જુગાર દરોડા

0


જૂનાગઢના ખામધ્રોળ, ભીયાળ તેમજ માણાવદરના વેળવા ગામે પોલીસે ચોક્કસ બાતમીના અાધારે જુગાર દરોડા પાડી અને જુગારીઅો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અા બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર તાલુકા પોલીસે ચોક્કસ બાતમીના અધારે જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને કુલ રૂ.૪૮,૪૦૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. અા ઉપરાંત ભીયાળ ગામે કેરાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ રૂ.રર૧૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે માણાવદર પોલીસે માણાવદર તાલુકાના વેળવા ગામે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.૧૦,પ૧૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!