જૂનાગઢમાં ધુળેટીના દિવસે યુવતીની છેડતી કરનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

0


જૂનાગઢ શહેરમાં ધુળેટીના દિવસે બે શખ્સે યુવતીનો હાથ પકડી છેડતી અને અભદ્ર ચેષ્ટા કર્યા હોવાનો બનાવ બનવા પામેલ અને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતી તેના નણંદ અને મંગેતર સાથે ધુળેટીના દિવસે બપોરે જવાહર રોડ વિસ્તારમાં રહેતા પિતરાઈ ભાઈને ત્યાં ધુળેટી રમવા માટે ગઈ હતી. રંગથી રમીને યુવતી અને નણંદ વગેરે સાથે ઉભી હતી. ત્યારે ૩ શખ્સે બાઈક ઉપર નીકળી અભદ્ર ઈશારા અને ચેષ્ટા કરતા નણંદ, ભોજાઈ ઉશ્કેરાઈ જતા બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન એક શખ્સ નાસી ગયો હતો અને અન્ય અજાણ્યા શખ્સે યુવતીનો હાથ પકડી બાઈક ઉપર બેસી જવાનું કહેતા યુવતીએ રાડારાડ કરતા સગા સંબંધીઓ દોડી આવતા બાઈક ઉપર ભાગી ગયા હતા. યુવતીએ બાઈક નંબર જીજે-૧૧-સીજે-૪ર૩૩ હોવાનું પોલીસને જણાવતા પોલીસે તોફિક અબાઅલી અરબ અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ મહિલા એએસઆઈ વી.એલ. લખધીર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!