ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા મહાનગરની “ઘર ઘર સંપર્ક અભિયાન” અંતર્ગત સંયુક્ત બેઠક યોજાઇ

0


જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા અને જૂનાગઢ મહાનગર “ઘર ઘર સંપર્ક અભિયાન” અંતર્ગત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા ઉપાધ્યક્ષ યોગેશભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં જિલ્લા અને મહાનગર ભાજપની સંયુક્ત બેઠક મળેલ હતી. જેમાં આ કાર્યક્રમ વિશે યોગેશભાઈ ગઢવીએ સૌને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ બેઠકમાં સાંસદ અને ૧૩ જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનીતભાઈ શર્મા તથા ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, પ્રદેશના હોદ્દેદારો મોરચાના પ્રમૂખ મહામંત્રીઓ જિલ્લા અને મંડલના આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ તેમ મિડિયા વિભાગનાં સંજય પંડયાની યાદી જણાવે છે.

error: Content is protected !!