જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર : જનજીવન પ્રભાવિત

0

Background for a hot summer or heat wave, orange sky with with bright sun and thermometer

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલે ઉનાળાનો તાપ વધુને વધુ આકરો બન્યો હતો અને તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું જેને કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. સખત ગરમી અને આકરા તાપ વચ્ચે બપોરના બજારો સુમસામ ભાસતી હતી. સવારે ઠંડક અને જેમ જેમ દિવસ ચડતો જાય તેમ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. જૂનાગઢ શહેરમાં ધોમધોખતા તાપ વચ્ચે લોકો અકળાયા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં પણ હિટવેવ રહ્યું હતું અને તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર રહ્યો હતો.

error: Content is protected !!