આગામી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢની બેઠક ઉપર કોંગ્રેસ કોને ટિકીટ ફાળવે છે તેના ઉપરથી બેઠકનું ભાવિ ઘડાશે

0


આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રાજકીય પક્ષો પડી ગયા છે અને ચૂંટણી પ્રચાર તંત્ર પણ જે તે ઉમેદવાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. સોરઠની ખાસ કરીને જૂનાગઢની લોકસભાની સીટ આ વખતે કોને ફાળે જશે તે અંગેના ગણીત મંડાઈ રહ્યા છે. સતત બે વખતથી આ બેઠક ઉપર વિજેતા બનેલા રાજેશ ચુડાસમાને ભાજપે ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે અને ત્રીજી વખત ચૂંટણી લડવાનો મોકો આપ્યો છે ત્યારે રાજેશ ચુડાસમાએ પણ જૂનાગઢની લોકસભાની બેઠક ઉપર પાંચ લાખ કરતા પણ વધારે મતોથી જીતી જશે તેવો દાવો કર્યો છે. બીજી તરફ આ બેઠક ઉપરના વર્તમાન સમીકરણો અલગ નકશો દોરી રહ્યા છે અને ક્યારે કોન કોને મહાત કરે તેવી પેતરાબાજી હાલ ચાલી રહી છે. ભાજપે તો પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે પરંતુ હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી અને ત્યારે એમ લાગે છે કે જૂનાગઢની લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ સમજી વિચારીને પોતાના ઉમેદવારને મુકશે તેમ લાગે છે અને કોંગ્રેસના કોણ ઉમેદવાર છે તે જાહેર થયા બાદ જ જૂનાગઢની લોકસભાની આ બેઠક કોના પલ્લામાં પડશે તે અંગે ભાવિ ઘડાય તેમ મનાઈ છે. જાેકે, કોંગ્રેસના ઉમેદવાર જેમ સશકત અને લોકપ્રિય હશે તેમ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા માટે આ સીટ જીતવી અતિ મુશ્કેલ અને કપરા ચઢાણ સમી બની રહે તેમ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.

error: Content is protected !!