જૂનાગઢ ભાજપ શાસિત મનપાના શાસકોની કામગીરીથી ત્રાસી ગયેલ : જૂનાગઢનાં મતદારોનો સામનો રાજેશ ચુડાસમા માટે મુશ્કેલ બનશે ?

0

જૂનાગઢ લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટીકીટ ફાળવી દેતા જૂનાગઢની બેઠકનું સમીકરણ બદલાયું હોવાનો સુર નિષ્ણાંતો વ્યકત કરી રહયા છે અને મતદારોનો મિજાજ પણ સામા પક્ષે વહેણ બદલાવી પણ શકે તેવી શકયતા પણ નકારી શકાતી નથી
જૂનાગઢની લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા રાજેશ ચુડાસમાને ટીકીટ ફાળવી છે અને કોંગ્રેસ દ્વારા આજકાલમાં ઉમેદવાર જાહેર કરવામાં આવશે પરંતુ સવાલ એ છે કે જૂનાગઢની લોકસભાની બેઠક ખાસ કરીને જૂનાગઢનાં મતદારો કોને સહયોગ આપશે તે મોટો પ્રશ્ન છે. કારણ કે એક તો લોકસભાની જૂનાગઢની બેઠક ઉપર ટીકીટ મેળવવા માંગતા વિવિધ જ્ઞાતિ સમાજના દાવેદારો હતા. તેમ છતાં ભાજપે કોઈપણ કારણસર ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટીકીટ ફાળવી છે તે થોડામાં ઘણું કહી જાય છે આમાં કયું પરીબળ કામ કરી ગયું કે રાજેશ ચુડાસમાને ટીકીટ આપવી પડી ?
હવે વાત કરીએ જૂનાગઢનાં શાણા, સમજુ મતદારોની જૂનાગઢ શહેરનાં મતદારો આ વખતની ચૂંટણી બાબતે તેલ જાેઈ અને તેલની ધાર જાેઈને પોતાનો મત આપે તેવી શકયતા છે ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકા કે જે ભાજપ શાસિત છે અને ભાજપના આ શાસકોની અણઆવડત કામ કરવાની પધ્ધતિ જનતાના અનેક પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નોથી લોકો સતત અને સતત નારાજ છે. અખબારો અને ટીવી ચેનલમાં અવારનવાર જૂનાગઢ મનપાનાં ભાજપનાં શાસકોની કામગીરીની આલોચનાનાં અહેવાલો આવે જ છે અને છેક ગાંધીનગર સુધી જેની ફરીયાદો ઉઠેલી છે એવા જૂનાગઢ મનપાનાં ભાજપનાં શાસકો સામે રોજ દિવસ ઉગે અને વધુ
એક મુદો લોક ફરીયાદનો, પ્રજાની ફરીયાદનો ઉભો જ હોય છે.
લોકો મનપાનાં ભાજપનાં રાજમાં સાવ ત્રાસી ગઈ છે અને તેનો ઉભરો કે રોષ જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર ઠાલવે અને ત્યાબાદ આવનારી મનપાની ચૂંટણીમાં પણ ઠાલવે તો નવાઈ નહી. વિશેષમાં એક તરફ મનપાના ભાજપનાં શાસકોથી ત્રાસી ગયેલા જૂનાગઢનાં મતદારોનો રોષનો સામનો રાજેશ ચુડાસમાને કરવો પડશે એટલું જ નહી અન્ય બે થી ત્રણ પરીબળોનો પણ સામનો કરવાની તૈયારી ભાજપનાં ઉમેદવાર રાજેશ ચુડાસમાએ કરવી પડશે તેવું નિષ્ણાંતો માની રહયા છે.

error: Content is protected !!