પાંચ વર્ષે આવ્યું લોકસભાની ચૂંટણી પર્વ : સરકારી તંત્ર, રાજકીય પક્ષો, કાર્યકરો ચૂંટણીની તૈયારીમાં : મોંઘવારીની અસર વચ્ચે જનતા મુંઝવણમાં

0

આગામી લોકસભાની તેમજ વિવિધ રાજયોની વિધાનસભાની સાથોસાથ પેટાચૂંટણીઓ માટેની તારીખો જાહેર થતાંની સાથે જ સરકારી તંત્ર, રાજકીય પક્ષો અને તેના કાર્યકર્તાઓ ચૂંટણીલક્ષી તૈયારીમાં પડી ગયા છે આ સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિતનાં વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી છે અને હવે આગામી તબક્કો ઉમેદવારીપત્રક ભરવા, પાછા ખેંચવા અને ચકાસણી અને છેલ્લુ ચિત્ર બાદ નિર્ધારીત તારીખે મતદાન થશે અને ત્યારબાદ ચૂંટણી અંગેનું પરીણામ જાહેર થશે આમ લોકસભાની ચૂંટણીની જાેરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.
બીજી તરફ કોમનમેન એટલે કે દેશનો સામાન્ય નાગરીક આજે અનેક મુસીબતોથી ઘેરાયેલો છે આજે એક તરફ સતત વધતી જતી મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય સેવા મોંઘી, ટ્રાન્સપોર્ટેશન, રાંધણગેસ, પેટ્રોલ- ડીઝલ, વિજળી સહિતનાં મોંઘા દર, ઉપરાંત સીંગતેલ, ખાંડ, અનાજથી લઈ લીંબુ, મરચા, બટેટા, ડુંગળીથી લઈ તમામ પ્રકારનાં શાકભાજી મોંઘા થયા છે. એક સમય હતો કે બુરી નજરથી બચવા માટે લોકો લીંબુ – મરચાની ખરીદી કરી અને સળીયામાં પરોવી દુકાન તથા ઘરનાં દરવાજે લટકાવવામાં આવતા હતા. પરંતુ આજે સમય બદલાઈ ગયો છે લોકો જેમ રમકડાની વસ્તુઓ ખરીદે છે તેમ હવે લીંબુ- મરચા પણ હવે બજારમાં લીલા કલરનાં રમકડા મળવા લાગ્યા છે અને એવું લાગે છે કે બધુ રમકડામય બનવા લાગ્યું છે. કહેવાનો મતલબ એ કે આજે દરેક ચીજવસ્તુઓનાં વધી રહેલા ભાવોને કારણે મોંઘવારીના માર વચ્ચે જનજીવન પીસાઈ રહયું છે જેને કારણે દેશમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી પર્વ પ્રસંગે જનતા ભારે મુંઝવણ અનુભવી રહી છે. વાયદાઓ ચૂંટણી સમયે કરીને જતા રહેતા ઉમેદવારો વિજેતા બન્યા બાદ કયારેય પોતાના મત વિસ્તારની મુલાકાત લેતા નથી ! અને ફરી પાછા જનતા પાસે કયા મોઢે મત માંગવા આવે છે. સમગ્ર દેશમાં હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફી જુવાળ ભલે જાેવા મળે પરંતુ ખાસ કરીને ગુજરાતની ર૬ લોકસભાની બેઠક તેમજ દેશની મોટાભાગની બેઠકનાં ઉમેદવારને જનતા સ્વીકારતા પહેલા દરેક બાજુનો, પાસાનો વિચાર કર્યા બાદ પોતાના નિર્ણય કરશે તેમ જણાય છે. નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આ વખતની ચૂંટણી ૪૦૦ને પારનો લક્ષ્યાંક રખાયો છે ત્યારે સામાન્ય જનતાથી લઈ દેશના મતદારોને પુરેપુરો વિશ્વાસ અપાવવો પડશે અને તો જ મોદી સરકાર ફરી એકવાર જીતના વાજા વગાડશે તેવો મત હાલ પ્રવર્તી રહયો છે.

error: Content is protected !!