બિલખાના માજી સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ઉપર અસંતોષની અપીલ કરતા ખળભળાટ

0

બિલખા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોનો સર્વે જ કરવામાં આવ્યો નથી. જેને લીધે અનેક ગરીબ પરિવારો તેમને મળવા જાેઈતા સરકારી લાભોથી વંચિત રહી જાય છે. ગરીબોની વેદનાને વાચા આપવા માટે બિલખાના માજી સરપંચ અને પત્રકાર મહેન્દ્ર નાગ્રેચાએ ગત તા.૧૯-૧-ર૦ર૪ના રોજ કલેકટર જૂનાગઢને બિલખા પંથકમાં બીપીએલ સર્વે કરાવવાની રજુઆત કરેલ જેને લઈને કલેકટર કચેરીએ આ કામગીરી જીલ્લા પુરવઠા વિભાગને સોેંપેલ અને ત્યારબાદ જીલ્લા પુરવઠા વિભાગે આ કામગીરી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સોંપેલ હતી. આમ છેલ્લા બે માસથી તંત્ર દ્વારા ઓફિસ ઓફિસ રમવામાં આવતું હોય પત્રકાર મહેન્દ્ર નાગ્રેચાએ તેમણે કરેલ રજુઆત ઉપર કરવામાં આવેલ કામગીરી અંગે આરટીઆઈ ર૦૦પ હેઠળ માહિતી માંગતા સમગ્ર તંત્ર સફાળુ જાગ્યું હતું અને એક-બીજી ઓફિસોને પત્ર વ્યવહાર કરીને રજુઆત કરતા મહેન્દ્ર નાગ્રેચાને તાત્કાલીક માહિતી આપવા હુકમો કર્યા હતા. ઓફિસ-ઓફિસ રમવાની કુટેવુ ધરાવતા તંત્ર દ્વારા અસંતોષકારક માહિતી આપીને વાળીટોળી નાખવાનો ભગીરથ પ્રયાસ કરેલ હતો. જેને લઈને મહેન્દ્ર નાગ્રેચાએ તેમને આપવામાં માહિતી અસંતોષજનક હોય જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી સામે પ્રથમ અપીલ દાખલ કરતા ખળભળાટ મચી ગયેલ છે.

error: Content is protected !!