મેંદરડા-વંથલી રોડ ઉપર પ્યાગો રિક્ષામાંથી નીચે પડી જતા મહિલાનું મૃત્યુંં

0

મેંદરડા-વંથલી રોડ ઉપર આવેલ ગંગેડી આશ્રમ પાસે રોડ ઉપર બનેલા બનાવમાં પ્યાગો રિક્ષામાંથી પડી જતા મહિલાનું ગંભીર ઈજાથી મૃત્યું થયું છે. આ બનાવમાં ગફલતભરી રીતે રિક્ષા ચલાવવા બાબતે રિક્ષાના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આપેલી વિગત અનુસાર, મેંદરડામાં ખાખીમઢીની બાજુમાં રહેતા અશોકભાઈ બાલાભાઈ કાંજીયા(ઉ.વ.૪પ)એ પ્યાગો રિક્ષા નંબર જીજે-૦૮-એટી-ર૧૭રના ચાલક અયુબભાઈ ઉર્ફે ભુપતભાઈ ઓસમાણભાઈ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ પોતાના હવાલાની પ્યાગો રિક્ષા નંબર જીજે-૦૮-એટી-ર૧૭ર વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પોતાની પ્યાગો રિક્ષામાં બેઠેલા ફરિયાદીના પત્ની હંસાબેન(ઉ.વ.૩પ)ને નીચે પછાડી દેતા તેમને માથામાં ગંભીર ઈજા થતા શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડતા હંસાબેનનું ગંભીર ઈજા થવાથી મૃત્યું થયું છે. આ બનાવ અંગે મૃતકના પતિની ફરિયાદના આધારે પ્યાગો રિક્ષા ચાલક વિરૂધ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની વધુ તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ એમ.આર. વાળા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!