જૂનાગઢમાં ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી

0


જૂનાગઢ શહેરમાં કાળવા ચોક વિસ્તારમાં એક દુકાન પાસે બનેલા બનાવમાં ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી થયાનો બનાવ બનવા પામેલ છે. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, ફરિયાદી શૈલેષભાઈ જટાશંકર દવે(ઉ.વ.પ૯) રહે.બ્લોક નં-૩, પ્રમુખનગર, આનંદનનગર-ર, ટીંબાવાડી, જૂનાગઢ વાળાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ પોતાના ખિસ્સામાં પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ નકલમાં આશરે ૧૧ થી સાડા અગીયાર હજાર રૂપીયાની પ૦૦ની નોટો રાખેલ હોય તે કોઈપણ રીતે કોઈ અજાણ્યા ઈસમે કાઢી લઈ ચોરી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવના અનુસંધાને પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી અરવિંદભાઈ કમલેશભાઈ સોલંકી(ઉ.વ.રર) રહે.સનાળા તથા સાગર ભનુભાઈ સોલંકી(ઉ.વ.ર૬) રહે.જેતપુર વાળાની અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.એલ. લગધીર ચલાવી રહ્યા છે.

error: Content is protected !!