ખેડૂતોના અતુટ વિશ્વાસ અને કર્મચારીઓના ઉત્તમ ટીમવર્કના સથવારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું શાનદાર પરીણામ
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જૂનાગઢના નેમ હેઠળ ચાલતા બંને માર્કેટીંગ યાર્ડ (૧) અનાજ-કઠોળ મુખ્ય માર્કેટીંગ યાર્ડ તેમજ (૨) શાકભાજી–ફળફળાદી સબયાર્ડમાં ગત વર્ષ ની સરખામણીએ આ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં વિકાસની હરણફાળ ભરી છે. ગત વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢના ટર્નઓવરમાં રૂા.૧૩૫ કરોડનો વધારો નોંધાયો હતો. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન નોંધાયું હતું. જયારે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂા.૧૧૪૫ કરોડનું ટર્ન ઓવર નોંધાયુ છે. રૂા.૧૦૧૦ કરોડનું ટર્ન ઓવર સાથે સાથે શાકભાજી-ફળફળાદી સબયાર્ડમાં ગત વર્ષે રૂા.૩૯.૮૦ લાખ ની યુઝર ચાર્જની આવક થઈ હતી. જયારે આ વર્ષ તેમાં રૂા.૧૧.૯૪ લાખનો વધારો થઈ કુલ મળીને રૂા.૫૧.૭૪ લાખની યુઝર ચાર્જની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ૨.૭૫ લાખ કિવન્ટલ કુલ જણસની આવકમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ મળીને ૧૮.૭૫ લાખ કિવન્ટલ જણસની આવક નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સોયાબીન, તુવેર, ઘઉં, ધાણા, ચણા અને એરંડા જેવી જણસીઓની આવકમાં બમ્પર વધારો નોંધાયો છે. યાર્ડની સ્થાપનાથી અત્યાર સુધીમાં આ વર્ષની આવક મહત્તમ અને રેકોર્ડ બ્રેક નોંધાઈ છે. માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢના વર્તમાન બોર્ડ ઓફ ડીરેકટર્સનો ખેડૂતો, વેપારીઓ તેમજ સમગ્ર સંસ્થાના વિકાસ પ્રત્યેનો હકારાત્મક અભીગમ એ યાર્ડની પ્રગતીનું મુખ્ય પરીબળ બની ચુકયું છે. યાર્ડના કર્મચારીઓના કુશળ વહીવટી સંચાલન અને ખેડૂતોને આપવામાં આવતી ઉત્તમ સવલતતા ને લીધે સતત જણસની આવકમાં વધારો નોંધાતો આવ્યો છે. માર્કેટીંગ યાર્ડમાં સતત વિકાસના કામોથી ખેડૂતો તેમજ વેપારીઓને ઉત્તમ પ્લેટફોર્મ મળી રહયું છે. સાથે સાથે ખેડૂતોને માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ દ્વારા ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના – જેના દ્વારા જૂનાગઢ તાલુકાના ખાતેદાર ખેડૂતોને અકસ્માતે મૃત્યું પામતા તેમના પરીવારને રૂા.૧,૦૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. ખેડૂત ભોજન સહાય યોજના – માર્કેટીંગ યાર્ડમાં જણસ વહેંચવા આવતા ખેડૂતોને નજીવી એવી કિંમત માત્ર રૂા.૩૦માં ફુલ થાળી ભોજન આપવામાં આવે છે. વધુમાં ખેડૂતોને રાત્રી રોકાણ માટે ખેડૂત ગેસ્ટ હાઉસ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢએ સમગ્ર ગુજરાતનું એકમાત્ર એવું યાર્ડ છે કે જયાં ખેડૂતોને જણસ લઈને આવ્યા બાદ એકપણ રૂપીયાની ઉતરાઈ લાગતી નથી. આમ દિન-પ્રતિદિન ખેડૂતોની સુવિધા માં થતાં વધારાને લીધે ખેડૂતો અન્ય યાર્ડની સરખામણીએ માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ ખાતે જણસ લઈને આવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ તકે માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢના ચેરમેન, વાઈસ ચેરમેન તેમજ સર્વે બોર્ડ ઓફ ડીરેકટર્સ દ્વારા જૂનાગઢ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોનો આ સંસ્થા ઉપર વિશ્વાસ મુકી તેમના વિકાસમાં સહભાગી થવા બદલ આભાર વ્યકત કર્યો હતો.